આપને જાણ હશે જ કે કોઈ જગ્યાએ અકસ્માત થાય તો 108 એટલે કે એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે છે. હાલમાં એને લઈને જ એક જાણકારી સામે આવી રહી છે.મેલ ડોમિનેટેડ તરીકે જાણીતાં તમામ વિસ્તારમાં સ્ત્રીઓ ખુબ જ આગળ વધી રહી છે.
તેઓ જીવનમાં આવતી તમામ સમસ્યાનો સામનો કરીને આગળ વધી રહી છે. આ વાતનું ઉદાહરણ તમિલનાડુની એમ્બ્યુલન્સ ડ્રાઈવર વીરલક્ષ્મીએ પૂરું પાડ્યું છે.વીરલક્ષ્મી એ દેશની સૌપ્રથમ મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવર બની ગઈ છે. CM પલાનીસ્વામીએ રાજ્યમાં મેડિકલ સેવાને મજબૂત કરવાં માટે કુલ 118 જેટલી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી છે.
તેમાં એક 108 એમ્બ્યુલન્સની ડ્રાઈવર વીરલક્ષ્મી રહેલી છે.માત્ર 30 વર્ષીય વીરલક્ષ્મી કુલ 2 સંતાનોની માતા છે. આની અગાઉ કેબ ડ્રાઈવરની નોકરી કરી રહી હતી. તેણે જણાવતાં કહ્યું હતું, કે જ્યારે મને આ નોકરી વિશે જાણ થઈ ત્યારે મેં એમાં અરજી કરી હતી.
મને આશા હતી કે હું સિલેક્ટ થઇ જઈશ અને એવું જ થયું. સિલેક્ટ થયા બાદ મને જાણ થઈ કે હું દેશની સૌપ્રથમ મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવર છુ.એક ડ્રાઈવર તરીકે વીરલક્ષ્મીને ક્યારેય પણ રોડ પર ભય લાગતો નથી. તેઓ જણાવતાં કહે છે, કે પૈસા કમાવવા માટે તો અન્ય કામ પણ કરી શકાય છે પરંતુ મેં લોકોની સેવા કરવાં માટે જ આ કામ કરવાનું નક્કી કર્યું છે.
હું આ કામ કરીને લોકોની સેવા કરવાં માગું છું.વીરલક્ષ્મીને ટેક્સી ડ્રાઈવિંગનો કુલ 3 વર્ષનો અનુભવ રહેલો છે. કોરોના મહામારીની શરૂઆતથી જ એને પતિનો સાથ મળ્યો છે. એના પતિને વીરલક્ષ્મીનાં કામથી કોઈ સમસ્યા નથી પરંતુ કોરોનાનું ઇન્ફેકશન થવાંની ચિંતા થઇ રહી છે.
વીરલક્ષ્મીને કોરોનાનાં ઇન્ફેકશનથી ભય લાગતો નથી. તેણે જણાવતાં કહ્યું હતું, કે મારી સાથે સેફ્ટી ગિયર હોય છે. આથી મને ચિંતા નથી કે આ ઇન્ફેકશન થઇ શકે છે. હું આ વિસ્તારમાં કામ કરવાંની વાત પર ખુબ જ ખુશ છું. મને સિલેક્ટ કરવામાં આવી તે બદલ પણ હું ખુશ છું.
વીરલક્ષ્મીએ જણાવતાં કહ્યું હતું, કે મારી માતા મને હમેશા કહેતાં હતાં, કે જે પણ કામ કરો એને એકદમ ધ્યાન આપીને કરો. જો આપનામાં કામ કરવાની લગન હોય તો કઈ પણ કામ કરવું અશક્ય નથી. વીરલક્ષ્મીએ ઓટોમોબાઈલ ટેક્નોલોજીમાં ડિપ્લોમા પણ કરેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews