લીંબુ બાદ હવે ટામેટાનો વારો! બમણો થયો ભાવ- જાણો કયું શાક કેટલું થયું મોંઘું?

ગુજરાત(Gujarat): રાજ્યમાં ગરમીની સાથે સાથે સતત મોંઘવારી(Inflation)નો પારો પણ ગરમાય રહ્યો છે. જોવામાં આવે તો દિવસેને દિવસે મોંઘવારી એટલી વધી રહી છે કે, લોકોના ખિસ્સા પર સતત અસર પડી રહી છે. વાત કરવામાં આવે તો લીંબુના આસમાની ભાવવધારા બાદ હવે શાકભાજી(Vegetables)ના ભાવમાં વધારો(Vegetable prices rise) થયો છે.

રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. માત્ર 15 જ દિવસમાં ટમેટાના ભાવ બમણા થઇ ગયા છે. ધીમે ધીમે મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં પણ શાકભાજી હોય કે અન્ય કોઈ પણ વસ્તુ તમામમાં ભાવ વધારો થાય તો નવાઈ નહિ. પહેલા લીંબુ અને હવે ટમેટાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

જાણો કેટલો છે શાકભાજીનો ભાવ:
પ્રતિ કિલો ટમેટાના ભાવની વાત કરવામાં આવે તો 100 રૂપિયા થઇ ગયા છે એટલે કે છેલ્લા 15 જ દિવસમાં ટમેટાનો ભાવ બે ગણો વધી ગયો છે. જ્યારે ગુવારની વાત કરવામાં આવે તો પ્રતિ કિલોનો ભાવ 80 રૂપિયા થઇ ગયો છે અને તેમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. સાથે જ રીંગણાના પ્રતિ કિલોનો ભાવ 60 રૂપિયા થઇ ગયા છે જેમાં 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

જ્યારે ભીંડાનો પ્રતિકિલો ભાવ 20ના વધારા સાથે 80 પર પહોચી ગયો છે. સાથે ગલકાનો પ્રતિકિલો ભાવ 10ના વધારા સાથે 60 પર પહોચી ગયો છે. કોબીઝનો પ્રતિકિલો ભાવ 10ના વધારા સાથે 40 પર પહોચી ગયો છે. ફ્લાવરનો પ્રતિકિલો ભાવ 20ના વધારા સાથે 80 પર પહોચી ગયો છે. દૂધીનો પ્રતિકિલો ભાવ 10ના વધારા સાથે 60 પર પહોચી ગયો છે. કારેલાનો પ્રતિકિલો ભાવ 10ના વધારા સાથે 60 પર પહોચી ગયો છે. કાચી કેરીનો પ્રતિકિલો ભાવ 10ના વધારા સાથે 60 પર પહોચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *