અરે બાપ રે…! સળગી રહેલો રાવણ ભીડ ઉપર પડ્યો અને…- વિડીયોમાં જુઓ શું થયું?

હરિયાણા(Haryana)ના યમુનાનગર(Yamunanagar)માં દશેરા(Dussehra)ના અવસર પર બુધવારે રાવણ દહન(Burning Ravana) કાર્યક્રમ દરમિયાન રાવણના દહન સ્થળ પર મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં સળગતું રાવણનું પુતળું કેટલાક લોકો પર પડતા ઈજાઓ પહોંચી છે. યમુનાનગરના દશેરા ગ્રાઉન્ડમાં રાવણના સળગતા પૂતળામાંથી લાકડી હટાવતી વખતે 70 ફૂટ સુધી રાવણ લોકો પર પડ્યો, જેમાં 7 લોકો આગની ઝપેટમાં આવી ગયાના અહેવાલ છે જ્યારે કેટલાક અન્ય લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલ ઘટનાનો એક વિડિયો દહન થઇ ગયેલું રાવણનું પુતળું દર્શકો પર પડતું દેખાઈ રહ્યું છે. . પૂતળામાંથી લાકડા હટાવવાની પરંપરાને અનુસરનારા કેટલાક લોકો ખરાબ રીતે આગની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી કેટલાકના કપડા અને વાળ બળી ગયા હતા.

પોલીસે લોકોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉશ્કેરાયેલા લોકો પુતળાની ખૂબ નજીક આવી ગયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે જ્યારે બે લોકોના માથા ફૂટ્યા છે. ફટાકડાના કારણે ત્રણ લોકો દાઝી ગયા હતા જ્યારે બે લોકોના કપડાં બળી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, ઘણી જગ્યાએ વરસાદને કારણે રાવણના પુતળા ભીના થઈ ગયા અને પુતળા ગળી ગયા કે વાંકાચૂકા થઈ ગયા હતા. હરિયાણાના યમુનાનગરમાં લોકો પર રાવણનું પુતળું પડ્યું હતું. અહીંના મોડલ ટાઉનના દશેરા ગ્રાઉન્ડમાં જ્યારે રાવણના પુતળાને આગ લગાડવામાં આવી હતી, ત્યારે પૂતળાની ઉંચાઈ વધુ હોવાને કારણે પુતળું વાંકાચૂકુ થવા લાગ્યું હતું.

રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાને આગ લાગતાની સાથે જ રાવણનું સળગતું પૂતળું અચાનક લોકોની ભીડ પર પડ્યું હતું. રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. આવી સ્થિતિમાં રાવણનું પૂતળું પડવાને કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ તમામને રજા આપી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *