સરકારી ગાડી સાથે ફિલ્મી ગીત ગાઈને હોમગાર્ડે બનાવ્યો વીડિયો, સોશિયલ મીડિયામાં વાયરલ થતા…

આજકાલ યુવાનોમાં ફિલ્મી ગીત પર વિડીયો બનાવીને વાઈરલ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. યુવાનો સહીત હવે તો પોલીસ પણ આવા વિડીયો બનાવીને વાઈરલ કરી રહ્યા છે. સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ફિલ્મી ગીતો પર tiktok નામની વેબસાઈટ ઉપર વીડિયો બનાવી અપલોડ કરતા હોય છે. જોકે, આ વીડિયોને લઈને ગુજરાતમાં ઘણો વિવાદ સર્જાયો હતો. સરકારી ગાડીનો ઉપયોગ થતા આવા વીડિયો પર પ્રતિબંધ મુકીને આવા સરકારી ડ્રેસ અથવા તો પોલીસની ગાડી સાથે ઉતારેલા વીડિયોને લઈને પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ દરમિયાન વધુ એક હોમગાર્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક અઠવાડિયા પહેલાં એક મહિલાના ગામનો વીડિયો વાયરલ થતા ખાતાકીય વિભાગ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના ઘણા બધા વીડિયો સામે આવતાં પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે, પોલીસ વર્દી અને પોલીસ ગાડીનો દુરુપયોગ કરી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘણા વિવાદ ઉભા થયા હતા.

સુરતના પણ આ પ્રકારના વિવાદો સામે આવતા જે કર્મચારીઓ દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન થોડા દિવસ પહેલાં સુરત નગર વિભાગમાં ફરજ બજાવતી મહિલાનો ગાડી પર ફિલ્મી ગીતો પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેના સામે ખાતાકીય તપાસ અને મહિલાને સસ્પેન્ડ કરવાની ઘટના સામે આવી હતી.

હજુ તો આ ઘટનાને અઠવાડિયું પણ થયું નથી ત્યાં તો ફરી એક વખત સુરતના હોમગાર્ડનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાણવા મળ્યું છે કે તેનું નામ રાજન પટેલ છે અને તે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરજ બજાવે છે. વિડીયોમાં જોવા મળે છે કે, તે ફિલ્મી ગીતો ઉપર સ્ટાઈલમાં પોલીસ ગાડીની બાજુમાંથી ચાલતો નીકળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *