સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં એકખુબ્ન જ વાયરલ વિડીયોને લઈ સમાચાર સામે આવ્યા છે. પંજાબ પ્રાંતના જેલ મંત્રી તથા સરકારના પ્રવક્તા હસન ચોહાણે એક દુકાનના ઉદ્ધાટન માટે કાતરથી નહીં પરંતુ દાંતથી રિબિન કાપતા લોકો હસી પડ્યા હતા.
કાતર નહીં પણ દાંતથી રિબિન કાપી, લોકો હસીને ગાંડા થયા:
દાંતથી રિબિન કાપી રહેલ પાકિસ્તાની મંત્રીનો વીડિયો વાયરલ થતા લોકોને ખુબ મજા પડી ગઈ હતી. અનેક લોકોએ આ વીડિયોને જોયો છે તથા પાકિસ્તાનની મજાક ઉડાવી હતી. મંત્રી હસન ચોહાણે લાહોરમાં એક ઈલેક્ટ્રોનિક્સની દુકાનનું ઉદ્ધાટન કરવા માટે ગયા હતા.
દુકાન માલિકે ઉદ્ધાટન કરવા માટે રિબિન લગાવીને રાખી હતી. દુકાનના એક કર્મચારીએ મંત્રીને રિબિન કાપવાની કાતર લાવી આપીને પણ તેમણે તે ન લીધી તેને બદલે દાંતથી રિબિન કાપવા લાગ્યાં હતા. જેને જોઈને લોકો ખુબ હસવા લાગ્યા હતા.
ફયાઝનો વિવાદો સાથેનો જૂનો સંબંધ:
ફયાઝ ઉલ હસન ચૌહાણ એ જ મંત્રી છે કે, જેમણે વર્ષ 2019 માં હિન્દુઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી કે, જે પછી તેમણે તેમના માહિતી તેમજ સંસ્કૃતિ મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારપછી ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ તેમને માફ કરીને ફરીથી જેલ મંત્રી બનાવી દીધા હતા.
મંત્રીના કયા નિવેદને વર્ષ 2019 માં હંગામો મચાવ્યો હતો?
ફેબ્રુઆરી-માર્ચ વર્ષ 2019 માં ફયાઝ-ઉલ-હસન ચૌહાણે એક પત્રકાર પરિષદમાં હિન્દુ સમુદાયને ‘ગૌમૂત્ર પીનાર’ ગણાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇમરાન ખાન સહિત પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી તેમજ તેમના રાજીનામાની પણ માગ ઉઠી હતી.
હિન્દુઓ પર વાંધાજનક ટિપ્પણી કરી:
ફયાઝ ચૌહાણ જણાવે છે કે, ‘અમે મુસ્લિમ છીએ તેમજ અમારી પાસે ધ્વજ છે, ધ્વજ મૌલા અલીની બહાદુરી છે, ધ્વજ હઝરત ઉમરની બહાદુરી છે. તમે હિન્દુઓ પાસે આ ધ્વજ નથી, જે તમારા હાથમાં નથી. ‘ તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘તમે અમારા કરતા 7 ગણા ખુબ સારા છો એવા ભ્રમમાં ન રહો. અમારી પાસે જે છે તે તમારી પાસે નથી.”
Me opening ketchup sachet with scissors right in front of me. pic.twitter.com/JVQ0Cbm9vq
— Naila Inayat (@nailainayat) September 2, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.