હોસ્પીટલમાં બધી નર્સને ચડ્યો Tik Tokનો નશો, હવે નોકરી ગુમાવે તેવી છે હાલત. જુઓ વિડીયો

ઓરિસ્સાની મલકાનગિરીની હોસ્પિટલમાં કેટલીક નર્સોને મોજ મસ્તી અને Tik Tok માટે વીડિયો બનાવવો મોંઘી પડી શકે છે. પોતાની ડ્યૂટી ભૂલીને વીડિયો બનાવવામાં વ્યસ્ત આ નર્સોની નોકરી પર તલવાર લટકી રહી છે. હોસ્પિટલ પ્રશાસને તેમના પર કાર્યવાહી કરી શકે છે.


બીમાર બાળકને ઉંચકીને સોશિયલ મીડિયા માટે નર્સો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોને તમે જોશો તો પહેલીનજરમાં તમને લાગશે કે આ વીડિયો કેટલો ઈમોશનલ છે. તેમાં માતાની મમતા દેખાશે. પરંતુ તેની પાછળની સ્ટેરી કંઈક બીજી જ છે. આ નર્સોએ એક નહીં પરંતુ આવા ચાર-ચાર વીડિયો બનાવ્યા છે.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં ઈમોશનલ ગીત વાગી રહ્યો છે અને નર્સ બાળકને હાથમાં ઉંચકીને વીડિયો બનાવી રહી છે. પોતાના વીડિયો માટે આ રીતે નવજાત બાળકનો ઉપયોગ કરવો એ ખોટું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ મલકાનગિરી હોસ્પિટલે આ નર્સોને નોટિસ મોકલી છે. નોટિસનો જવાબ મળ્યા બાદ તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.


મોજ મસ્તી માટે બનાવવામાં આવેલા આ વીડિયોમાં આમ તો કંઈ ખોટું નથી, પરંતુ જે ખોટું છે એ છે વીડિયો બનાવવાની જગ્યા અને ટાઈમિંગ. આ તમામ વીડિયો મલકાનગિરીની જિલ્લા હોસ્પિટલની અંદર SNCU વોર્ડમાં બનાવવામાં આવ્યા છે. એટલે કે વોર્ડની અંદર નવજાત બીમાર બાળકોને વિશેષ સંભાળમાં રાખવામાં આવે છે. આવી સંવેદનશીલ જગ્યા પર આ પ્રકારની મસ્તી અને બેકાળજીને યોગ્ય તો ના જ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *