કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ- પરીસરમાં રીલ્સ કે ફોટો ક્લિક કરી તો થશે કાર્યવાહી

Videography and Photography banned in Kedarnath Temple: કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં, હવે ભક્તો મંદિર પરિસરમાં ન તો તસવીરો ખેંચી શકશે અને ન તો વીડિયો બનાવી શકશે. આ નિર્ણય શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. હકીકતમાં, તાજેતરમાં જ એક મહિલા બ્લોગર દ્વારા મંદિર પરિસરમાં એક વિવાદાસ્પદ વીડિયો બનાવીને વાયરલ કરવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ મંદિર સમિતિ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવ્યા છે, જેના પર લખ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશશો નહીં, મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અને તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છો.

આટલું જ નહીં, મંદિર સમિતિએ કેદારનાથની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને ‘શિષ્ટ વસ્ત્રો’ પહેરવા અને મંદિર પરિસરમાં તંબુ કે કેમ્પ લગાવવાથી દૂર રહેવા પણ કહ્યું છે. મંદિર પરિસરમાં હિન્દી અને અંગ્રેજીમાં બોર્ડ પર પણ લખવામાં આવ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે, આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે, ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, બદ્રીનાથ ધામમાંથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવા બોર્ડ લગાવવામાં આવશે.

હાલમાં જ મંદિરના ગર્ભગૃહમાં જતા પહેલા યાત્રીઓના મોબાઈલ ફોન બંધ કરી દેવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા તેમજ ત્યાં કોઈપણ કેમેરા લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ હવે સમગ્ર મંદિર પરિસરમાં મોબાઈલ ફોનની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. પ્રતિબંધિત

હકીકતમાં, તાજેતરના એક વિડિયોમાં કપલ ઉભા થઈને ભગવાન શંકરના દર્શન કરી રહ્યાં છે. અચાનક યુવતીએ તેના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું. વીડિયોમાં છોકરો અને છોકરી બંને ખુશ છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં તેને લઈને ચર્ચા ચાલી રહી છે. લોકોનું કહેવું છે કે કેદારનાથને સામાન્ય ટૂરિસ્ટ સ્પોટ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. મંદિર સમિતિ દ્વારા આવા વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન કેમ્પસમાં ફોન પર પ્રતિબંધની માંગ પણ ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *