Hereditary youth blackmailing minor in Surat: સુરતમાંથી સગીરાને બ્લેકમેઈલ કરતો વિધર્મી યુવક ઝડપાયો હતો. આરોપીએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની સગીરાને ધમકી આપી હતી. સિટીલાઈટના કેફેમાં બેસવા જતી સગીરાને વિધર્મી યુવકે પ્રેમના મોહજાળમાં ફસાવી. વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સગીરાનું રેકોર્ડિંગ કર્યું હતું.
મળતી જાણકારી અનુસાર, સુરતમાં સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર વિધર્મી યુવક સાજીદ આસિફ અલી દૂધવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સાજીદ આસિફ અલી દૂધવાલાએ સગીરાને વીડિયો કોલ પર કપડા ઉતરાવ્યા હતા અને બાદમાં આ વીડિયોની મદદથી શારીરિક સંબંધ બાંધવા માટે સગીરાને બ્લેકમેઇલ(Hereditary youth blackmailing minor in Surat) કરતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.
કતારગામની ધોરણ-12માં ભણતી 16 વર્ષની સગીરા રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફેની બહાર જતી હતી. દરમિયાન કેફેમાં બેસવા આવતા આરોપી સાજીદ આસિફ અલી સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં વિધર્મી યુવકે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી તેને પોતાની બહેનના ઘોડદોડ રોડ સ્થિત લઇ ગયો હતો. જ્યાં સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી યુવકે સગીરાને વીડિયો કોલ કરાવી કપડા ઉતરાવી તેનું રેકોડિંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયોની મદદથી આરોપી સગીરાને શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. આરોપી યુવકના પિતા કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
જોકે કેટલાક દિવસથી સગીરા ગુમસુમ રહેતી હતી જેથી માતાપિતાએ તેની સાથે વાત કરતા આ સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. બાદમાં આ મામલે માતા-પિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે આરોપી સાજીદ આસિફ અલીની ધરપકડ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube