ચાર દિવસ સંભાળજો બાપલ્યા… ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદની કરી આગાહી- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જાહેર કરાયું ઍલર્ટ

Weather forecast in Gujarat: ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા પછી હાલ મેઘરાજા થોડા શાંત જોવા મળી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગઈ નથી. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી(Weather forecast in Gujarat) કરી છે. જે મુજબ આવનાર 4 દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના 17થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે, હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં નથી આવ્યું.

સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશરમાં ફેરવાયું
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા પછી આગળ વધશે અને તે ફરી ગુજરાત કેટલાક વિસ્તારોમાં વરસાદ(Weather forecast in Gujarat) વરસાવે તેવી શક્યતા જણાઈ રહ્યું છે.

ઓક્ટોબરમાં પણ ખાબકી શકે છે વરસાદ
હવામાન વિભાગ ઉપરાંત હવામાન શાસ્ત્રીઓ પણ કહી રહ્યા છે કે, ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. તા. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે.

સિઝનનો 100 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો
મળતી માહિતી અનુસાર, ચોમાસાના ચોથા રાઉન્ડના વરસાદથી ચાલુ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં 168.84 એમ એમ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદ(Weather forecast in Gujarat)ની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 1076 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *