માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: નવસારીમાં 1 વર્ષની બાળકી સાથે બની એવી ઘટના કે… ચોધાર આંસુએ રડી પડ્યો પરિવાર

Published on Trishul News at 11:51 AM, Fri, 22 September 2023

Last modified on September 22nd, 2023 at 11:52 AM

1 year girl died in Navsari: હાલમાં નવસારી શહેરમાંથી એક દુખા તો સમાચાર સામે આવી રહ્યા છે. જલમપુર વિસ્તારમાં આવેલ નીલકંઠ એપારમેન્ટમાં એક વર્ષની બાળકીનું મોત(1 year girl died in Navsari) નીપજતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. નેપાળનો પરીવાર કામઅર્થે સુરત આવ્યો હતો. મૃતક બાળકીના પિતા વોચમેન તરીકે કામ કરી રહ્યા છે જ્યારે માતા ઘરકામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે.

મળતી માહિતી અનુસાર, માતા ઘરકામ કરવા ગઈ હતી અને વોચમેન પિતા સુતા હતા તે દરમિયાન એક વર્ષની બાળકી રમતા રમતા પાણીના ડોલમાં પડી ગઈ હતી. પાણી ભરેલી ડોલમાં પડતા બાળકી રડવા લાગી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી પિતાએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. બીજી બાજુ દીકરીને ડોલમાં જોતા લોકોના હોશ ઉડી ગયા હતા. તરત જ દીકરીને ડોલમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  

જોકે સારવાર મળે તે પહેલા ખાનગી હોસ્પિટલમાં બાળાને લાવતા તબીબોએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક માહિતી બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોતાના સંતાનને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Be the first to comment on "માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: નવસારીમાં 1 વર્ષની બાળકી સાથે બની એવી ઘટના કે… ચોધાર આંસુએ રડી પડ્યો પરિવાર"

Leave a comment

Your email address will not be published.


*