વડોદરાની સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી- પગમાં સળિયા, શરીર પર એક જ કપડું… ભિક્ષુક મહિલાને રસ્તા પર મરવા માટે ફેંકી દીધી

Published on Trishul News at 6:18 PM, Thu, 2 November 2023

Last modified on November 2nd, 2023 at 6:19 PM

વડોદરાના સયાજી હોસ્પિટલના(Sayaji Hospital in Vadodara) સત્તાધીશોએ માનવતા નેવે મૂકી દીધી હોય તેવી ઘટના સામે આવી રહી છે. મળતી મહિત અનુસાર, સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દેવામાં આવી હતી. જોકે ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ કયો હતો. ત્યારપછી તે કોર્પોરેટરે 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

સંસ્કારી નગરી કહેવાતું વડોદરામાં એક માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવી રહી છે. વિગતો અનુસાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં(Sayaji Hospital in Vadodara) દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે સયાજી હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારીને કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ એક ગરીબ મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દેવામાં આવી હતી. ત્યારપછી તેને જાગૃત કોર્પોરેટરને આ વાત ધ્યાને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેઓ તેમને તાત્કાલિક મહિલાને સારવાર માટે મોકલી દેવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલના તમામ ડોકટરો-નર્સિંગ સ્ટાફ જાણે કે માનવતા ભૂલ્યો હોય તેમ એક ગરીબ મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં તેને રોડ પર મૂકી દીધા ત્યારપછી ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાને આ વાત ધ્યાને આવી હતી. જેથી તેમણે તાત્કાલિક 108ને બોલાવી મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી હતી. આ તરફ તેઓ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સ્ટાફ જાણે કઈં થયું જ ન હોય તેમ પગ ઉપર પગ ચડાવીને સ્ટાફના લોકો બેઠા હતા.

ત્યારપછી કોર્પોરેટરે મહિલા સાથે થયેલ વ્યવહારને લઈ ઇમરજન્સી વોર્ડના ડોકટરો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો હતો. આ સાથે કોર્પોરેટર જાગૃતિ કાકાએ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલને સમગ્ર મામલે ફરિયાદ પણ નોધાવી છે. જેમાં સયાજી હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

Be the first to comment on "વડોદરાની સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી- પગમાં સળિયા, શરીર પર એક જ કપડું… ભિક્ષુક મહિલાને રસ્તા પર મરવા માટે ફેંકી દીધી"

Leave a comment

Your email address will not be published.


*