ચીનના સૈનિકો સાથે ગલવાન ઘાટીમાં થયેલી લડાઈમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. આ કિસ્સાને લઇને દેશના લોકોના ક્રોધની લાગણી જોવા મળી રહી છે. જેના લીધે લોકોએ ચાઇનીઝ વસ્તુનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં જુદી-જુદી જગ્યા પર લોકોએ ચીનની સામે વિરોધ કર્યો હતો. રાજ્યમાં તો કેટલાક લોકોએ ટીવી અને મોબાઈલને તોડી વિરોધ કર્યો હતો,તો ઘણાં લોકોએ ચીનના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરીને વિરોધ કર્યો હતો.
તો ઘણાં વેપારીઓ અને ઉધોગપતિઓએ ચીની કંપનીઓ સાથે વેપાર નહીં કરવાનો નિર્ણય લઈને વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાતના એક ગામમાં મોબાઈલમાં રહેલ ચાઇનીઝ એપ્લિકેશનને કાઢી નાખવા બદલ ફ્રીમાં 250 ગ્રામ ડ્રાયફ્રૂટના પેકેટ આપવામાં આવે છે. જાણકારી અનુસાર આણંદ જિલ્લામાં આવેલ પેટલાદ ગામમાં ખરીદ-વેચાણ સંગઠન દ્વારા ચીનની સામે વિરોધ કરવાં માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના લીધે લોકો ફ્રીમાં ડ્રાયફ્રૂટ મેળવી શકે છે.
ખરીદ-વેચાણ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, જે વ્યક્તિ પોતાના મોબાઈલમાંથી ચીનની TikTok એપ્લિકેશન ડિલીટ મારશે, તે વ્યક્તિને 250 ગ્રામનું ડ્રાયફ્રૂટ પેકેટ મફતમાં આપવામાં આવશે.કેટલાય લોકો પોતાના મોબાઈલમાંથી ચાઇનીઝ એપ્લિકેશનને દુર કરીને 250 ગ્રામનું ડ્રાયફ્રૂટ પેકેટ ફ્રી માં મેળવી રહ્યા છે. જણાઈ આવે છે કે, થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં પણ એક ગાઠીયાની દુકાન ચલાવતા વ્યક્તિ દ્વારા ઓફર લાગુ કરવામાં આવી હતી કે, જે વ્યક્તિ દુકાન પર આવીને ચાઇનીઝ એપ્લિકેશન TikTokને મોબાઈલમાંથી કાઢી નાખશે તે વ્યક્તિને ગાઠીયાની સાથે-સાથે 250 ગ્રામ જલેબી મફતમાં આપવામાં આવશે.
વડોદરામાં તો ફાસ્ટફૂડની લારીવાળાઓએ પણ તેમની લારી પરથી ચાઇનીઝની જગ્યાએ સાંઈનીઝ શબ્દ ઉપયોગ કર્યો છે અને તેમને ચાઇનીઝ શબ્દ આવતી ખાણી-પીણી ના નામ પણ બદલી નાંખ્યા છે. આ ઉપરાંત મોરબીમાં શંકર આશ્રમ ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ મોબાઈલમાં ચાઇનાની એપ્લિકેશન રાખનાર વ્યક્તિને એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બાબતે મંદિરની બહાર એક નોટીસ પણ લગાવવામાં આવી છે. નવસારીનાં એક કેમિકલ કંપનીના માલિકે પણ ચીનની એક કંપની સાથેનો તેમનો વાર્ષિક 4-5 લાખ રૂપિયાનો જાહેરાતનો કોન્ટ્રાક્ટ તોડયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news