છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રીનું અડધી પીચે રમવાનું નિવેદન ગુજરાતીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે. દારૂબંધીની અશોક ગહેલોત ની કોમેન્ટ બાદ વારે તહેવારે ગેહેલોતની ટીકા કરતા મુખ્યમંત્રી રૂપાણી હાલમાં બાળકોના મોત ના મામલે મીડિયાના પ્રશ્નો સાંભળીને જવાબ આપવાનું ટાળીને પીઠ બતાવી દીધી હતી.
ભાજપના રાષ્ટ્રીય નેતાઓ હાલમાં રાજસ્થાન માં બાળકોના મોત મામલે નિવેદનબાજી કરી રહ્યા છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ આ બાબતે નિરાકરણ લાવી શક્યા નથી. તેવામાં ગુજરાતના શહેરોના બાળકો ના મોતનો આંકડો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે હાલમાં એક વિડીયો વાઈરલ થયો છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્રકારોએ સવાલ પૂછતા જ વિજય રૂપાણી એ જવાબ આપવાને બદલે પોતાનું ઈન્ટરવ્યું પૂરું કરી દીધું હોય તેમ ચાલતી પકડી હતી. આ વિડીયોને લઈને સોશિયલ મીડીયામાં અનેક કોમેન્ટ્સ થઇ રહી છે અને બાળકોના મોતને મામલે અશોક ગહેલોત બાદ વીજય રૂપાણી પર પણ બેકફૂટ પર આવી ગયા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના મતવિસ્તાર રાજકોટમાં પણ એક જ મહિનામાં ૧૩૪ નવજાત બાળકોના મોત થયાં છે. રાજ્ય આરોગ્ય વિભાગ ભલે ગમે તેટલી જાહેરાતો કરે પણ ગુજરાતમાં બાળમૃત્યુની આ કડવી વાસ્તવિકતા છે. નવજાત શિશુઓના મોતને લઇને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકાર ચર્ચામાં રહી છે. જોકે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોતનો આંકડો પણ ઘણો મોટો છે. સૂત્રોના મતે, અમદાવાદ સિવિલમાં નિયોનેટલ આઇસીયુમાં નવજાત બાળકોના મૃત્યુ દર ઉંચો છે.અહીં જ કેટલાંય માસુમો અંતિમ શ્વાસ લે છે.
સત્તાવાર આંકડા કહે છેકે, વર્ષ ૨૦૧૯માં ડિસેમ્બરમાં ૮૫ નવજાત શિશુઓના મોત નિપજ્યા હતાં. નવેમ્બરમાં ૭૪ અને ઓકટોબરમાં ૯૪ બાળકોના મૃત્યુ થયા હતાં. ટૂંકમાં છેલ્લા ત્રણ મહિનામાં સિવિલમાં ૨૫૩ બાળકોે જીવ ગુમાવ્યાં હતાં. દર મહિને સરેરાશ ૮૪ બાળકો મોતને ભેટી રહ્યાં છે જયારે રોજ ત્રણ બાળકો જીવ ગુમાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.