ભાજપે સમર્થન માટે બહાર પાડેલા નંબર પર મિસકોલ વધારવા સંભોગ, સેટિંગની લાલચથી લલચાવે છે કાર્યકરો- જુઓ અહી

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ જ છે, તેમજ જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તેમણે આ કાયદાને લાગુ પાડવાની સખત મનાઈ કરી દીધી…

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ જ છે, તેમજ જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તેમણે આ કાયદાને લાગુ પાડવાની સખત મનાઈ કરી દીધી છે. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષે લોકોમાં આ કાયદા પ્રત્યે જાગૃતતા લાવવાનું અભિયાન ચાલુ કરી દીધું છે.

આ હેઠળ પાર્ટી ડોર-ટુ-ડોર કેમ્પેન, રેલી, બુદ્ધિજીવીઓ સાથેની બેઠક અને સોશિયલ મીડિયાના માધ્યમથી સામાન્ય જનતા સુધી પહોંચવાની યોજનાઓ તૈયાર કરી લીધી છે.

આ રણનીતિ હેઠળ સીએએના સમર્થનમાં એક મિસકોલ નંબર – 8866288662 પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ નંબર પર મિસકોલ કરનાર સીએએ ના સમર્થનમાં છે તેવું ભાજપ માન્ય રાખશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપે પાર્ટીના સદસ્યો બનાવવા માટે પણ મિસ કોલ નંબર જાહેર કર્યો હતો.

ભાજપના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા બે જાન્યુઆરીના રોજ આ નંબર જાહેર કરવામાં આવ્યો હતો, તેમજ ગૃહમંત્રી અમીત શાહે પણ ૩ જાન્યુઆરીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ થી આ નંબર જાહેર કરતાં લખ્યું હતું કે,” હું દરેક દેશવાસીઓને અપીલ કરું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન થી લાવવામાં આવેલ દરેક અલ્પસંખ્યકોં ને ન્યાય મળે તે માટે સીએએના સમર્થનમાં તમે 8866288662 પર મિસ કોલ કરો. ”

પરંતુ સોશિયલ મીડિયામાં શનિવારે એવી ખબરો આવી કે ભાજપના આ નંબર નો ઉપયોગ તમામ ઓફરો દેવામાં થઈ રહ્યો છે. અમુક વેરીફાઈ ટ્વિટર અકાઉન્ટની સાથે સાથે બોગસ લાગતાં ટ્વિટર અકાઉન્ટ દ્વારા પણ આ નંબર નો ઉપયોગ છોકરીઓ સાથે વાત કરાવવા, ઓફર આપવા અને ઉપહાર આપવા થઈ રહ્યો છે.

આ બાબત પર પ્રશ્નો ઉઠતા, અમુક એકાઉન્ટ છે મજાક કર્યો હોવાનો દાવો કર્યો. કેટલા એકાઉન્ટ ભાજપ સમર્થકો હોવાનો દાવો કરી રહ્યા છે, ઓફર આપનાર અમુક એકાઉન્ટને પ્રધાનમંત્રી પોતે ફોલો કરે છે તેવા દાવા પણ થયા છે.

પવન દુરાની ના વેરીફાય એકાઉન્ટથી “સની લિયોન સાથે વાત કરવા માટે આ નંબર પર ફોન કરો” જેવું ટ્વીટ કરવામાં આવ્યું. સાથે જ આ એકાઉન્ટથી વિરાટ કોહલીને બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બનાવવા માટે આ નંબર પર મિસ કોલ કરો જેવી ભ્રામકતા પણ ફેલાવવામાં આવી.

પરંતુ લોકો દ્વારા પ્રશ્નો ઉભો કરતા દુરાની એ ટ્વીટ ડીલીટ કરી દીધો અને નંબર ને લઈને મજાક કરતો હોવાનો દાવો કર્યો.

રમન ત્રિપાઠી નામના એકાઉન્ટ એ આ નંબર વિશે ટ્વિટ કરતાં કહ્યું કે,” દોસ્તો આ નંબર પરથી એક સુંદર છોકરી મને પરેશાન કરી રહી છે, તેને સમજાવો કે હું વિવાહિત છું. ”

Altnews ના કો-ફાઉન્ડર મોહમ્મદ જુબેર દ્વારા આવા એકાઉન્ટના સ્ક્રીનશોટ જાહેર કરવામાં આવ્યા કે જેમાં છોકરીઓ સાથે વાત કરવા ના નામ પર ભાજપા દ્વારા સીએએના સમર્થનમાં આપેલ નંબર પર મિસ કોલ કરાવવામાં આવી રહ્યા હતા.

ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસે પણ આવા સ્ક્રીનશોટ જાહેર કર્યા કે જેમાં આમિર ખાનની દીકરી અને અન્ય છોકરીઓ સાથે વાત કરવા માટે આ નંબર પર કોલ કરવાની રમત ફેલાવવામાં આવી હતી.

અમુક ટ્વિટર અકાઉન્ટ પર આ નંબર ઉપર કોલ કરવો છે પ્રેમમાં સામાન મળવાની ભ્રામક ખબર ફેલાવવામાં આવી, તો હું ટ્વિટર એકાઉન્ટ પર આ નંબર પર કોલ કરવાથી ફ્રી નેટ મળે છે તેવા દાવા પણ થયા.

આ નંબર પર કોલ કરવાથી નેટફ્લિક્સ ની ફ્રી મેમ્બરશીપ મળે છે તેવા દાવા પણ થયા, પાછળથી નેટફ્લિક્સ એ ટ્વિટ કરીને આ અફવા ખોટી હોવાની સૂચના આપી.

ભાજપ તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી, પરંતુ પાર્ટી પર CAAના સમર્થનમાં ખોટી રીતે મિસકોલ કરાવવાના આરોપ લાગી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *