આ સમય જોતા જન્મ દિવસની ઉજવણી રોડ પર કે બહાર ફરવા જઈને મિત્રો કે સગાસંબંધીઓ સાથે કેક કાપવાની અને જન્મદિવસની પાર્ટીને ઉજવવાની એક ફેશન બની ગઈ છે. જોવા જઈએ તો અમુક લોકો પોતાના બર્થ ડે પર લોકોની સેવા કરતા નજરે પડે છે. જયારે પોતાના જન્મ દિવસ પર અમુક વ્યક્તિ ગરીબ લોકોને પોતાનાથી થઇ શકે એમ હોય એટલી મદદ કરે છે.
ત્યારે સુરતના એક યુવકે પોતાના જન્મદિવસ નિમિતે કેક કાપીને કે પાર્ટી કરીને નહી પંરતુ ગરીબ બાળકો નાનપણમાં જ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુસર સ્ટેશનરી સામગ્રી અને સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓ આપી એક નવું માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સુરત શહેરમાં રહેતા એવા આત્મીય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય વિકાસ રાખોલીયાનો આજે જન્મ દિવસ છે અને તે પોતાના 24 માં જન્મદિવસ નિમિતે સેવા કરતા જોવા મળ્યા છે. વિકાસ રાખોલીયાએ પોતાના જન્મદિવસ નિમિતે શ્રમિક પરિવાર ના બાળકો ને શિક્ષણ મળે એ બાળકો પણ નાનપણથી જ કક્કો-બારક્ષરી, કે વન ટુ ફોર શીખે એવી આશા અને અપેક્ષાઓ સાથે તેમણે ગરીબ બાળકોને 50 જેટલી સ્ટેશનરી કીટ અને 100 જેટલી સ્માઈલ કીટનું વિતરણ કર્યું હતું. જેમાં 50 જેટલી સ્ટેશનરી કીટમાં દેશીહિસાબ, નોટબુક, પેન્સિલ, ફૂટપટ્ટી, ચંસો , રબર વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
આત્મીય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય વિકાસ રાખોલિયાએ જણાવતા કહ્યું છે કે આજે મારા 24 માં જન્મદિવસ નિમિત્તે આપ સૌના આશીર્વાદ થી એક નાનકડી સેવા કરવાનો મોકો મળ્યો છે. દિવસ ની શરૂઆત સાથે મારા માતાપિતા અને ઈશ્વર ના આશીર્વાદ મેળવી સુરત શહેર માં વસ્તા શ્રમિક પરિવાર ના બાળકો ને શિક્ષણ મળે એ બાળકો પણ નાનપણથીજ કક્કો-બારક્ષરી, કે વન ટુ ફોર શીખે એવી મારી આશા અને અપેક્ષાઓ છે. બસ એ હેતુ થી.. 50 સ્ટેશનરી કીટ ( દેશીહિસાબ, નોટબુક, પેન્સિલ, ફૂટપટ્ટી, ચંસો, રબર ) ની સાથે 100 સ્માઈલ કીટ નું વિતરણ કર્યું…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.