પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવું સાંભળવામાં વાર્તા જેવું લાગે છે. પરંતુ તેને સાચું કરી બતાવ્યું છે ઓરંગાબાદના દેવહરા ગામમાં રહેતા યુવક વિનીત પ્રજાપતિએ.સુનિલ પ્રજાપતિ અને સુશીલા દેવીના દિકરા વિનીતે ઔરંગાબાદમાં જ આ કારનામુ કરી બતાવ્યુ છે. વિનીત ની ઉંમર ફક્ત 16 વર્ષ છે.
તેણે એક કિલો પ્લાસ્ટિકમાંથી 800 ગ્રામ પેટ્રોલ, તથા 200 ગ્રામ LPG ગેસ બનાવ્યો છે. તેમજ વધેલા પ્લાસ્ટિક ના અવશેષો થી તે ટાઇલ્સ બનાવી રહ્યો છે. તેની આ શોધે છે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા લોકોની નજર પોતાના પર કેન્દ્રિત કરી છે. વિનીત હાલમાં ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી છે. પરંતુ તેનું કામ એવું છે જેને આજ સુધી મોટા મોટા વૈજ્ઞાનિકો નથી કરી શક્યા.
તેણે આ શોધ પોતાના ઘરના જ એક રૂમમાં પ્રાયોગિક તરીકે કરી હતી. વિનીત એ જણાવ્યું કે પેટ્રોલ અને એલપીજી બન્યા બાદ જે અવશેષો વધે છે તેમાંથી તે ફાયરપ્રૂફ ટાઇલ્સ બનાવે છે.આ શોધ કરી તેણે પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ ઉપર રોક લગાવવાનો રામબાણ ઇલાજ શોધી કાઢ્યો છે.
પરંતુ હાલમાં તેનો પરિવાર વિકટ આર્થિક પરિસ્થિતિ નો સામનો કરી રહ્યું છે. તેનું કહેવું છે કે જો કોઈની મદદ મળે તો તે આવી ઘણી બધી શોધો કરવા માંગે છે.
તેણે વાત કરતાં જણાવ્યું કે એક વખત ન્યૂઝ ચેનલમાં પ્લાસ્ટિક ને લઈને થતાં પ્રદૂષણ વિશે તેણે સાંભળ્યું. એમાંથી તેને આ વિચાર આવ્યો. તેણે આગળ જણાવતા કહ્યું કે તેને હજુ સુધી સરકાર તરફથી કોઇ મદદ મળી નથી. જો તેને આર્થિક મદદ મળે તો તે આવી મોટી શોધો કરી શકવામાં સક્ષમ છે. તેના પરિવાર તરફથી જે કંઈ પણ આર્થિક મદદ મળી તેમાંથી જ તેણે આ શોધ કરી છે. તેને અત્યારે જરૂર છે એક આર્થિક મદદ કરનાર વ્યક્તિની. તેની ઈચ્છા છે કે તે પોતાની શોધ દ્વારા દુનિયાને ખૂબ મોટી મદદ કરે.
તેણે વીડિયોમાં જણાવ્યું કે તે પ્લાસ્ટિક માંથી કઈ રીતે પેટ્રોલ તેમજ ગેસ બનાવે છે. સાથે સાથે તેણે પ્લાસ્ટિક વેસ્ટમાંથી કેવી રીતે ફાયર પ્રૂફ ટાઇલ્સ બનાવે છે તે પણ જણાવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.