વડોદરાના અલકાપુરી ગરનાળા નીચે લાગી ભયંકર આગ, 10 કિમી દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા- જુઓભયંકર દ્રશ્યો

રાજ્યમાંથી અવારનવાર આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આગને કારણે ઘણીવાર લાખોનો અથવા તો કિંમતી મુદ્દામાલ બળીને ખાખ થઈ જતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક આગની ઘટના સામે આવી રહી છે. વડોદરાના અલકાપુરી ગરનાળા પાસેથી આવી જ એક ઘટના સામે આવી છે.

વડોદરાના અલકાપુર ગરનાળામાં બપોર બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેથી અલકાપુરી ગરનાળાનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો.

વડોદરાના રેલ્વે સ્ટેશન પાસે આવેલા અલકાપુરી ગરનાળામાં આજે બપોરે લાગેલી ભીષણ આગના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા માર્ગોમાં અલ્કાપુરી ગરનાળુ મુખ્ય છે. શહેરનો મોટાભાગનો વાહન વ્યવહાર આ નાળા મારફતે થતો હોય છે. આ નાળામાં આવવાના અને જવાના બંને બાજુએ જાહેરાત માટે ના લાઇટિંગ વાળા બોર્ડો લગાવવામાં આવ્યા છે. જ્યારે ગરનાળાની ઉપર મોટા હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા છે.

આજે બપોરના સમયે અચાનક ગરનાળામાં આગ લાગતા રાહદારીઓ, વાહનચાલકો તેમજ ગરનાળાની આસપાસ હાજર રહેતા લોકોમાં નાસભાગ મચી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

આગ એટલી ભીષણ હતી કે, આખું ગરનાળું આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું તેમજ તેના ધુમાડા આખા શહેરમાંથી જોઈ શકાય તેમ હતા. લોકોના ટોળા દૂર દૂર સુધી જામ્યા હતા અને પોલીસ પણ દોડી આવી હતી પરંતુ અડધો કલાક સુધી ફાયર બ્રિગેડ નહીં આવતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

આ ગરનાળામાંથી શહેર વિસ્તારને ગેસનો પુરવઠો પુરી પડતી મેઇન લાઇન પણ પસાર થતી હોવાથી બનાવની ગંભીરતા ખૂબ જ વધી ગઈ હતી. પરંતુ ગેસ વિભાગના અધિકારીઓએ સમયસૂચકતા દાખવી ગેસ પુરવઠો રોકી દેતા બીજી હોનારત ટળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ફાયર બ્રિગેડ આવી જતા એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવાઇ હતી. આ વખતે ટ્રેન નો વ્યવહાર પણ બંધ હોવાથી રેલવેના વાહન વ્યવહારને પણ કોઈ અસર થઈ નહોતી.

આગના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 સુધી આગ પહોંચી ગઇ હતી. આગના ધૂમાડા 10 કિ.મી. દૂર સુધી દેખાયા હતા. રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *