હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચો તેમજ અન્ય ઘણી રીતે કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવાનો પ્રયત્ન કરતું જોવા મળતું હોય છે. જો કે, બધાં જ મંચો પર ભારત તરફથી પાકિસ્તાનને જડબાતોડ ઉત્તર મળતો રહે છે. હવે એક નવા મામલા પર પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે ચાલી રહેલ વેબિનારને ભારતીય હેકર્સે નિશાન બનાવ્યુ હતું.
પાકિસ્તાને આક્ષેપ લગાવ્યો હતો કે, કથિત રીતે ભારતીય હેકર્સે ફરી એકવખત પાકિસ્તાની સાઇટને હેક કરીને ‘જયશ્રી રામ’ના નારા લગાવ્યા હતાં. સમગ્ર ઘટના અંગે જણાવવા માટે જઈએ તો, કાશ્મીરના મુદ્દે પાકિસ્તાની અધિકારી દ્વારા ઇન્ટરનેશનલ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ સાઇટ ઝૂમ પર સેમિનાર ચાલી રહ્યો હતો.
જો કે, આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ઘણાં લોકોએ ગીત વગાડવાની શરૂઆત કરી દીધી હતી. તે ભારતીય ગીત હતું જેમાં ‘જયશ્રી રામ’ ના નારા સંભળાઈ રહ્યા હતા. સામાન્ય રીતે ભગવાન શ્રીરામ માટે ભારતમાં વગાડવામાં આવે છે. સેમિનારમાં સામેલ થયેલ અતિથીને થોડા સમય સુધી લાગી રહ્યું હતું કે, કાર્યક્રમનું સંચાલન કરી રહેલ ડૉ. વલીદ મલિક તરફથી ગીત વગાડવામાં આવી રહ્યું છે.
એમને બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, જ્યારે ‘જય શ્રીરામ’ ગૂંજવા લાગ્યું. આ ગીતની વચ્ચે-વચ્ચે એવો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો કે, અમે ભારતીય છીએ’, ‘રડતા રહો’. આ દરમિયાન ડૉ. વલીદે જણાવતાં કહ્યું હતું કે, તેઓ એને રેકોર્ડ કરી રહ્યા છે. ત્યારબાદ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. આની અગાઉ પણ ભારતીય હેકરોએ કથિત રીતે પાકિસ્તાનની યુનિવર્સિટીઝની વેબસાઇટ હેક કરી હતી.
અહીં નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરથી કલમ નં. 370 હટાવવાના મોદી સરકારના પગલા પછી છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાને ઘણી આક્રમક પ્રતિક્રિયાઓ આપી છે. આની પહેલા એણે પાકિસ્તાનનો નવો નક્શો જાહેર કરીને વિવાદિત વિસ્તારોને પોતાના વિસ્તારમાં દર્શાવ્યા હતા. બીજી બાજુ ગિલગિટ બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવ હતી. એમણે નવેમ્બર મહિનામાં અહીં ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરી છે, જેનો ભારત હંમેશા વિરોધ કરતું આવ્યું છે.
2 minutes of great patriotic songs. pic.twitter.com/cVV9niQYFe
— VarunReddy2002 (@reddy2002_varun) October 28, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle