વાયરલ(Viral): હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર એક કર્મચારીના મોતનો વિડીયો વાયુવેગે વાઇરલ(Viral video) થઈ રહ્યો છે. આ ઘટનામાં બન્યું એવું છે કે, ટોલ પ્લાઝા પરના એક કર્મચારીનું જમતા-જમતા જ અચાનક મોત થવા પામ્યું છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
सागर के मालथौन में टोल प्लाजा के गार्ड की खाना खाते समय गई जान। लाइव वीडियो आया सामने।।#MPNews #Sagar #सागर #Video #VideoViral #live #Breaking_News @Ritvip1987 @vishal_yadav624 @vishnukant_7 @upmita @vatsal1978 @ipsvijrk @JournalistVipin @vivekpataiya pic.twitter.com/u1ssjWXN3f
— Durgesh Gulshan Yadav (@BagheliDurgesh) February 18, 2023
મહત્વનું છે કે, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં માલથોન ટોલ પ્લાઝા પર એક કર્મચારીના મોતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. CCTV ફૂટેજમાં એક કર્મચારી ખાવા બેઠો હતો ત્યારે ખાતા ખાતા અચાનક જ નીચે ઢળી પડે છે. તે એક ટેબલ પર બેઠા બેઠા જમી રહ્યો છે અને અચાનક જ નીચે ઢળી પડે છે. મોતનો આ લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, સાગરમાં NH 44 નેશનલ હાઈવે માલથોન ટોલ પ્લાઝામાં ગાર્ડ તરીકે તૈનાત ઉદલ યાદવ કામ કરતો હતો. ફરજ પર હતા ત્યારે ભોજન જમતી વખતે અચાનક જ તેમનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ અહીં ટોલ પ્લાઝાનો એક કર્મચારી જમવા બેઠા હતા, વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, તેઓએ પોતાનું ટિફીન ખોલ્યું અને ખાવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ દરમિયાન અચાનક જ તેઓ ધ્રુજવા લાગ્યા હતા અને ટેબલ ઉપરથી ઊંધા માથે નીચે પટકાયા હતા. આ સમગ્ર દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ તેમનું મૃત્યુ કુદરતી હોવાનું જણાય છે, છતાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટના બન્યા પછી તેમને તાત્કાલિક સારવાર અર્થે સામુદાયિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઉદલ યાદવ ટોલ પ્લાઝા પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.