વિધાર્થીઓએ શિક્ષકની ન રાખી લાજ કે શરમ અને પાછળથી કરી એવી હરકત કે…- જુઓ શરમજનક વિડીયો

સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ(Viral videos) થાય છે. આમાં એવા ઘણા વીડિયો છે, જેને જોઈને લોકો ચોંકી જાય છે. આવો જ…

સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ(Viral videos) થાય છે. આમાં એવા ઘણા વીડિયો છે, જેને જોઈને લોકો ચોંકી જાય છે. આવો જ એક વીડિયો પણ આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક સાથે શરમજનક કૃત્ય કરતા જોવા મળે છે. દરેક લોકો આ વીડિયોની નિંદા કરી રહ્યા છે. આ વીડિયો કર્ણાટક(Karnataka)નો જણાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો કર્ણાટકના દેવનાગિરી જિલ્લાના ચેન્નાગિરી તાલુકાની નેલ્લારુ સરકારી હાઈસ્કૂલનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન પોતાના શિક્ષક સાથે શરમજનક કૃત્ય કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટૂંક સમયમાં નિવૃત્ત થવા જઈ રહેલા શિક્ષક પ્રકાશ 10મા ધોરણના બાળકોને હિન્દી શીખવી રહ્યા છે અને આખો વર્ગ ભણે છે.

પરંતુ આ દરમિયાન અમુક બદમાશો ભણાવી રહેલા શિક્ષકની પાછળની ચાળા કરે છે અને કચરાના ડબ્બા વડે ટીચરના માથાને ઢાંકી દે છે. માથે ડસ્ટબીન મૂક્યા બાદ તરત જ આ બાળકો ભાગીને પોતાની જગ્યા પર બેસી જાય છે.

જો કે શિક્ષકો બાળકોની ક્રિયાઓ પર કશું બોલતા નથી અને પછી તેઓ બાળકોને ભણાવવાનું શરૂ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક ધારાસભ્યએ પણ સ્કૂલની મુલાકાત લીધી હતી અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. એવું પણ સામે આવ્યું છે કે વિદ્યાર્થી સંઘે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને બાળકોને શિક્ષકોનું સન્માન કરવા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *