ભારત દેશમાં રવિવારનાં રોજ કોરોના વાયરસ સંક્રમણમાં દશેરાનો પર્વ ઉજવવામાં આવ્યો. આમાં ભારત દેશનાં મોટાભાગનાં ભાગમાં રાવણનાં પૂતળાનું દહન કર્યું. જોકે COVID-19 સંક્રમણનાં લીધે દર વર્ષની જેમ આ સમારોહમાં રોનક જોવા ન મળી. આમાં પંજાબનાં બટાલામાં રાવણ દહનમાં એક દુર્ઘટના સર્જાઈ. રાવણનાં પૂતળામાં આગ ચાંપતા સમયે બનેલી દુર્ઘટનામાં જોકે કોઈ ગંભીર રીતે ઘાયલ થયું થયું પણ તેનો વીડિયો હાલ બહુ જ વાયરલ થઈ રહ્યો છે.
આ બનાવ પંજાબનાં બટાલામાં બની છે. શહેરની DAV સ્કૂલની નજીક રાવણનાં પૂતળાનાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમાં લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. રવિવારનાં રોજનાં સાંજનાં સમયે જ્યારે પૂજન પછી રાવણ દહન માટે આગ લગાવવામાં આવી તો ત્યાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ.
વીડિયોમાં જોઈ શકાય છે કે, રાવણ પુતળુંનું આશરે 20 ફુટ જેટલું ઊંચું મેદાનમાં ઊભું છે. આમાં ઘણા લોકો આગળ જઈને પૂતળાને આગ લગાવવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યા છે. પણ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે લોકો રાવણનાં પૂતળાને આગ લગાવે છે તો તે તુરંત જ પુતળાની અંદરનાં ફટાકડા ફુટવાનું ચાલુ થાય છે.
અમુક જ ક્ષણોમાં ફટાકડાની ધાણી ફુટવા લાગી તો લોકોમાં ડરનાં લીધે દોડાદોડી થઈ ગઈ છે. લોકો આમ તેમ ભાગવા લાગે છે. ઘણા લોકો જમીન પર પડી ગયા જાય છે. સારી બાબત એ રહી કે, આ ઘટનામાં કોઈ પણને ગંભીર ઈજાઓ થઈ નથી. ઘણા લોકોને તેનાં લીધે ઈજા થઈ તો બીજા લોકો તેમને ત્યાંથી સુરક્ષિત ખસેડવા માટે મદદ કરવા દોડી ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle