પાકિસ્તાન: છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં મહિલાઓ કથળી રહેલી પરિસ્થિતિનો સામનો કરી રહી હોય તેવું લાગે છે. જ્યાં તેઓ હુમલાની વધતી ઘટનાઓ સામે પોતાની સલામતી માટે ડરે છે. ત્યારે હાલમાં જ 14 ઓગસ્ટના રોજ લાહોરમાં પુરુષોના ટોળા દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દર્શકો હચમચી ઉઠ્યા હતા.
આ દરમિયાન, તાજેતરમાં બીજો વીડિયો સામે આવ્યો છે જે બીજી મહિલાનો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં બે મહિલાઓ વ્યસ્ત રસ્તા પર ખુલ્લી રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળે છે. જ્યારે એક માણસ વાહનના ફૂટબોર્ડ પર કૂદી જાય છે અને મહિલાના ગાલ પર ચુંબન કરે છે.
ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના અહેવાલ અનુસાર, બે મહિલાઓ એક બાળક સાથે પાકિસ્તાનના જાહેર માર્ગ પર રિક્ષામાં બેસી મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન જાહેરમાર્ગ પર જે ઘટના બનવા પામી છે જે ખુબ જ શરમજનક છે. આ ઘટના લાહોરની હોવાનું સોશિયલ મીડિયા પરથી સામે આવ્યું છે. આ માહિતી વીડિયો ક્લિપના આધારે સામે આવી હતી. આવારા તત્વો દ્વારા મહિલાઓની રિક્ષા પર ચડી જઈ મહિલાને બળજબરી પુર્વક ચુંબન કરવામાં આવે છે. સરાજાહેર ઘટતી આ ઘટના બાદ પણ કોઈ મહિલાની વહારે આવ્યું નહીં અને લુખ્ખાઓનો નાચ ચાલુ રહ્યો હોવાનું પણ આ વિડીયોમાં જોવા મળે છે.
આસપાસમાં વાહનો પર રાષ્ટ્રધ્વજ હોવાથી આ ઘટના પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની જણાય છે. સાથે જ કેટલાક અહેવાલો પણ આ વાતને સમર્થન કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા પાકિસ્તાન પર ફિટકાર વરસી રહી છે તેમજ સ્થાનિક કક્ષાએ પણ મહિલાઓની સુરક્ષાની માંગ ઉઠી રહી છે. આ અંગે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટસ અને સ્થાનિકો કહે છે કે, એ બધા સ્ત્રી પુરૂષ ક્યાં છે જે કઈ કાલે ધિક્કાર કરતા હતા, શું આ મહિલાઓ પણ ટિકટોકર હતી? શું પાકિસ્તાનમાં સ્ત્રીઓનું જરા પણ સન્માન નથી થતું? આ વીડિયોની ત્રિશુલ ન્યુઝ(TRISHUL NEWS) પુષ્ટિ કરતું નથી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.