મધ્યપ્રદેશના ઈંદોરમાં બાયપાસ ઉપર ગરીબીથી ઝઝૂમતી જિંદગી દરેક સમયે જોવા મળી રહિ છે. ક્યારેક અહીંયા ટ્રક પર સવાર થઈ સેંકડો લોકો પોતાની ભૂખ અને તરસને છીપાવવા માટે સમાજસેવી સંસ્થાઓ નો સહારો લઈ રહ્યા છે, તો ક્યારેક મુંબઈના રિક્ષાવાળા જૂથો ગામ તરફ જવા માટે પોતાના પરિવાર સહિત દેખાઈ રહ્યા છે.
પલાયનના આ સમયમાં ઈન્દોરમાં એવી જ એક તસવીર સામે આવી રહી છે. જેના લીધે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં એક બળદગાડું દેખાઈ રહ્યું છે. જેમાં એક તરફ બળદ છે તો બીજી તરફ બળદગાડાનો માલિક ગાડી જાતે ખેંચી રહ્યો છે.
ક્યારેક બળદગાડી ને એક વ્યક્તિ ચલાવી રહ્યો છે તો ક્યારેક બળદગાડી પર બેઠેલી મહિલા. ઘણા લોકો તેને મહારાષ્ટ્ર થી રાજસ્થાન નારી એક દુખદાયક તસવીર જણાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો મંગળવારે બપોરનો છે. જેમાં મહુથી દેવાસ જનાર રોડ દેખાઈ રહ્યો છે. આ તસવીરો ઇન્દોર બાયપાસની છે. જ્યાં મહુથી ચાલેલો રાહુલ બળદગાડીમાં પોતાની ભાભી અને નાના ભાઈને બેસાડી પોતાના ઘર તરફ જઈ રહ્યો છે. ત્યાં થી ઇન્દોર લગભગ ૨૫ કિલોમીટર દૂર છે.
રાહુલનું માનીએ તો તેનો પરિવાર પગપાળા જ ઘરે જવા માટે નીકળ્યા હતા અને બચેલા લોકો પોતાની બળદગાડી માં લઈ જઈ રહ્યો હતો. બળદગાડીમાં તેનો ભાઈ અને ભાભી બેઠેલા છે. જ્યારે એક વ્યક્તિ થાકી જાય તો બીજો વ્યક્તિ તેની જગ્યા લઈ લે છે. ભાભી પણ બળદની જગ્યાએ પોતાની જાતને ચલાવતી હતી.
હકીકતમાં રાહુલ ગામેગામ ફરી બળદ ખરીદવા અને વેચવાનું કામ કરે છે. પરંતુ જીવન પસાર કરવા માટે તેણે પોતાના એક બળદને ઓછી કિંમતે વેચવા પડ્યો, જેથી લોક ડાઉન દરમિયાન તે પોતાનું ઘર ચલાવવા માટે કેટલાક રૂપિયા ભેગા કરી શકે.
હાલમાં મંગળવારે મહુથી નીકળી બળદગાડી પોતાના લક્ષ્ય સુધી પહોંચી ચૂકી છે. પરંતુ આધુનિક ભારતની આ તસવીર કોરોના સંકટ કાળમાં લોકોની અસહાયતા ને જણાવી રહી છે. જ્યાં બળદની જગ્યાએ પોતાની જાતને ચલાવવી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news