કોણ છે આ યુવતી જેણે સોશિયલ મીડિયા પર મચાવી છે ધૂમ, વિરાટ કોહલી સાથેના એક ફોટોએ બનાવી દીધી સ્ટાર

રમત-ગમત(Sport): ટીમ ઈન્ડિયા(Team India) હાલમાં ઓસ્ટ્રેલિયા(Australia)માં T20 વર્લ્ડ કપ(T20 World Cup) રમી રહી છે. ભારતે એક વોર્મ-અપ મેચ રમી હતી, જ્યારે એક રદ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનું મિશન 23 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે તે સુપર-12 મેચમાં મેલબોર્નમાં પાકિસ્તાન સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય અહીં વર્લ્ડ કપ જીતવાનું છે.

ભારતીય ટીમના ખેલાડીઓ 7 ઓક્ટોબરે જ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા, અહીં કોઈ બાયોબબલ નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સતત બહાર ફરતા રહે છે. ક્રિકેટનો કિંગ વિરાટ કોહલી(Virat Kohli) ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેની સતત ફેન્સ સાથે તસવીરો ક્લિક થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Basera (@ameesha_basera)

વિરાટ કોહલી સાથે એક મિસ્ટ્રી ગર્લની તસવીર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને ઝડપથી વાયરલ થઈ રહી છે. દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ છોકરી કોણ છે અને તે વિરાટ કોહલીને ક્યાં મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Basera (@ameesha_basera)

કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?
જ્યારે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેનમાં હતી ત્યારે એક મિસ્ટ્રી ગર્લ વિરાટ કોહલી સાથેની તસવીર ક્લિક કરીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ છોકરી છે અમીષા બસેરા જે ઓસ્ટ્રેલિયામાં રહે છે. 21 વર્ષની અમીષાએ વિરાટ કોહલી સાથેનો પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જે વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Basera (@ameesha_basera)

અમીષા ભારતીય મૂળની છે અને તેણે ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. વિરાટ સાથેની તસવીર શેર કરતાં તેણે લખ્યું કે just beyond word. જ્યારથી તેણે વિરાટ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે ત્યારથી તે સ્ટાર બની ગઈ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Basera (@ameesha_basera)

ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં મિશનની શરૂઆત કરશે
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ઘણા સમય પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચી હતી, પરંતુ મિશન T20 વર્લ્ડ કપ 23 ઓક્ટોબરથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે, બંને ટીમો મેલબોર્નમાં આમને-સામને થશે. સુપર-12માં બંને ટીમોની આ પ્રથમ મેચ છે, તેથી વિજય સાથે મિશનની શરૂઆત કરવા માંગે છે. ભારતીય ટીમના ગ્રુપની વાત કરીએ તો તેમાં હાલમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા સામેલ છે. જ્યારે બે ટીમોએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી બહાર થવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *