સચિન તેંદુલકર (Sachin Tendulkar), વિરાટ કોહલી (Virat Kohli), મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) આ તમામ ખેલાડીઓ ક્રિક્રેટજગતનાં ધુરંધરો છે. તમામ લોકોએ આ ખેલાડીઓના નામ સાંભળ્યા જ હશે ત્યારે હાલમાં વિરાટ એક પછી દરેક પદ પરથી રાજીનામાં આપી રહ્યો છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે.
કઇ ટીમ માટે રમશે કોહલી?
RCB તરફથી IPL રમી ચૂકેલ સાઉથ આફ્રીકાના દિગ્ગજ ડેલ સ્ટેન જણાવે છે કે, કોહલી જો ટીમ છોડશે તો એક ટીમ તેને પોતાની ટીમમાં જગ્યા આપશે. તે ટીમ અન્ય કોઇ નહી પણ દિલ્હી કેપિટલ્સ જ છે. એ વાતથી ફરક નથી પડતો કે, તમે કેટલા મોટા ખેલાડી છો પણ તમે પોતાને આગળ વધતા જોઇ શકો છો. આપણે ક્રિસ ગેલને ટીમ છોડીને જતાં જોયો જ છે.
કોહલીને લઇ કરી ભવિષ્યવાણી:
આની સાથે જ ડેલ સ્ટેન જણાવે છે કે, આપણે જોયું જ છે કે, ડેવિડ બેકહમે માન્ચેસ્ટર છોડી દીધું હતું. આ બધા દિગ્ગજ ખેલાડીઓ પોતાના ક્લબ તરફથી રમ્યા તેમજ બાદમાં છોડીને જતાં રહ્યાં હતા. જયારે વિરાટ દિલ્હીથી છે તેમજ તેની પાસે દિલ્હી કેપિટલ્સની ટીમ છે. આની માટે તે ટીમમાં સામેલ થાય તેવી સંભાવના રહેલી છે.
6,000થી વધુ IPL રન બનાવી ચૂક્યો છે કોહલી:
મહત્વની વાત તો એ છે કે, વિરાટ કોહલીએ RCB તરફથી અત્યાર સુધીમાં 6,000થી વધુ રન બનાવી ચુકયો છે. અણી સાથે-સાથે વર્ષ 2013થી અત્યાર સુધીમાં આ ટીમનો કપ્તાન પણ રહી ચૂક્યો છે ત્યારે KKR વિરુદ્ધ સોમવારે રમાયેલી મૅચમાં RCB 19 ઓવરમાં 92 જ રન બનાવી શકી હતી. KKRએ શુભમન ગિલ તથા વેંકટેશ ઐયરને લીધે આ લક્ષ્યને ફક્ત 10 ઓવરમાં જ હાંસલ કર્યો હતો.
3 ખેલાડી બની શકે છે RCBના કેપ્ટન:
RCB એ વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો છે કે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેપ્ટનની રીતે વર્ષ 2021 IPL તેમની અંતિમ સીઝન હશે. વિરાટ છેલ્લા 7 વર્ષથી કેપ્ટન છે ત્યારે તેમની કેપ્ટનશીપમાં આ ફ્રેન્ચાઈઝી ટીમ એક પણ IPL સીઝન જીતી શકી નથી. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા પછી આ 3 ખેલાડીઓ ટીમના કેપ્ટન બની શકે છે.
1.એબી ડિવિલિયર્સ:
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા પછી આવતી સીઝનમાં RCBના કેપ્ટન બની શકે છે.
2. ગ્લેન મેક્સવેલ
ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને આ વર્ષે જ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા કે, જેથી ડિવિલિયર્સની સાથે એક વધુ વિસ્ફોટક બેસ્ટમેન હોવાને લીધે ટીમને મજબૂતી મળી શકે છે. ગ્લેન મેક્સવેલ આની પહેલા કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટનશીપ પણ કરી ચુક્યા છે.
3. દેવદત્ત પડિક્કલ
RCBના યુવા બેસ્ટમેન દેવદત્ત પડિક્કલ પણ કેપ્ટનશીપની રેસમાં આગળ રહેલા છે ત્યારે ટીમના સલામી બેસ્ટમેન દેવદત્ત પડિક્કલનો રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. ટીમ તરફથી દેવવત્ત પડિક્કલને મોટી જવાબદારી સોપવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.