ODI 2022 માં ‘વિરાટ’ના શૂન્ય આંકડા- વિશ્વની પહેલા નંબરની ટીમ સામે બોલારીયા સેન્ચુરી મારી ગયા

બાંગ્લાદેશે બીજી ODI માં ભારતને 5 રને હરાવી સીરીઝ જીતી લીધી છે. આ જીત સાથે બાંગ્લાદેશે 3-ODIની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી…

બાંગ્લાદેશે બીજી ODI માં ભારતને 5 રને હરાવી સીરીઝ જીતી લીધી છે. આ જીત સાથે બાંગ્લાદેશે 3-ODIની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી અને અંતિમ મેચ 10 ડિસેમ્બરે ચિત્તાગોંગમાં રમાશે. બીજી ODI માં 5 મોટા રેકોર્ડ બન્યા. જેમાં વિરાટ કોહલીની ઈનિંગ, નંબર-8 બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર, વર્ષનો ટોપ રન સ્કોરર જેવા 5 રેકોર્ડ સામેલ છે.

કોહલીનો 18.90ની એવરેજથી સ્કોર
બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 5 રન બનાવીને આઉટ થયો હતો. તે પ્રથમ વનડેમાં માત્ર 9 રન બનાવી શક્યો હતો. આ વર્ષે 10 વનડેમાં તેણે માત્ર 18.90ની એવરેજથી રન બનાવ્યા. તે માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો હતો. 5 ઇનિંગ્સમાં ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નથી. 2008માં તેની સરેરાશ 31.80 હતી.

2008 બાદ વિરાટ 2015માં 36.64ની એવરેજથી રન બનાવી શક્યો હતો. પરંતુ, આ દરમિયાન તેણે 2 સદી અને એક અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેની એવરેજ કોઈપણ વર્ષમાં 43થી ઓછી ન હતી. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વિરાટ ડેબ્યુ કર્યા બાદ તેની ODI કરિયરના સૌથી ખરાબ તબક્કામાં છે. વિરાટ 2020 અને 2021ની વનડેમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. પરંતુ 2020માં રમાયેલી 9 મેચોમાં તેણે 5 ફિફ્ટી સહિત 47.88ની એવરેજથી રન બનાવ્યા હતા. 2021માં તેણે માત્ર 3 મેચ રમી હતી. આમાં પણ તેણે 43ની એવરેજથી રન બનાવ્યા અને 2 ફિફ્ટી ફટકારી.

નંબર-8 બેટરનો સર્વોચ્ચ સ્કોર
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે બીજી વનડેમાં 8મા નંબરે બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેણે 83 બોલમાં 100 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. આ સાથે તેણે નંબર-8 પર બેટિંગ કરતા વનડેમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.

મેહદીએ બોલિંગમાં પણ 2 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે પ્રથમ વનડેમાં પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. તેણે 10મી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરીને ટીમને એક વિકેટથી જીત અપાવી હતી. આ યાદીમાં ઈંગ્લેન્ડના સેમ કરનનું નામ પણ સામેલ છે. જેણે ભારત સામે 95 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો.

મહેદી-મહમુદુલ્લાહની રેકોર્ડ ભાગીદારી
બાંગ્લાદેશના મહેદી હસન મિરાજ અને મહમુદુલ્લાહે 7મી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી કરી હતી. બંનેએ બાંગ્લાદેશની ટીમને સંભાળી હતી જેણે 19 ઓવરમાં 69 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 165 બોલમાં 7મી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી હતી. ભારત સામે બાંગ્લાદેશની કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે.

શ્રેયસ 2022નો ટોપ સ્કોરર બન્યો
ભારતના શ્રેયસ અય્યરે બીજી વનડેમાં 82 રનની ઇનિંગ રમી હતી. પરંતુ, તે પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો. છતાં, તે 2022 ODI ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે આ વર્ષે 16 મેચમાં 721 રન બનાવ્યા છે.

સિરાજ ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
ભારતના મોહમ્મદ સિરાજે બીજી વનડેમાં 2 વિકેટ લીધી હતી. આ સાથે તે 2022માં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. તેણે આ વર્ષે 14 મેચમાં 23 વિકેટ લીધી છે. તેણે બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં પણ 3 વિકેટ ઝડપી હતી. તેના પછી યુઝવેન્દ્ર ચહલે 14 મેચમાં 21 વિકેટ અને પ્રખ્યાત કૃષ્ણાએ 11 મેચમાં 19 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *