ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી વિશ્વનાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.તેની બેટિંગથી વિશ્વના તમામ બોલરો થરથર ધ્રુજે છે.વિરાટની આગેવાનીમાં ઇન્ડિયાની ટીમ પણ ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહી છે.ત્યારે જ ગત થોડાં સમયગાળાથી વિરાટ કોહલીની કપ્તાનીની તુલના ઇન્ડિયા ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્માની સાથે થઇ રહેલી જોવાં મળે છે.
ઘણાં લોકોને એમ લાગી રહ્યું છે,કે રોહિત શર્મા એ કોહલીનું સ્થાન લઇ શકે છે.આમ,તો બધાં જ જાણે છે કે,રોહિત અને કોહલી IPLમાં પોતપોતાની ફ્રૈંચાઇઝીના કેપ્ટન છે.હાલમાં જ ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી આકાશ ચોપડાએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવતાં કહ્યું છે,કે રોહિત શર્મા એ વિરાટ કોહલીનું પદ લઇ શકે છે.આકાશ ચોપડાનું માનવું છે કે,આ ટીમ ઇન્ડિયાનું સારૂ ભાગ્ય એ છે,કે તેને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા 2 સારા એવાં કેપ્ટન મળ્યા છે.
આખી દુનિયા જાણે છે કે,મહેન્દ્ર સિંહ ધોની એ સૂકાની પદને છોડ્યા પછી વર્ષ 2017માં વિરાટ ક્રિકેટના દરેક ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમની જવાબદારી સંભાળી છે.આજે વિરાટ કોહલી કેપ્ટન છે,તો રોહિત શર્મા એ વાઇસ કેપ્ટન.એવાંમાં જ્યારે પણ વિરાટ રમતથી આરામ લે તો રોહિત શર્મા જ ટીમનું નેતૃત્વ સંભાળે છે.
આકાશ ચોપડાએ એક યૂટ્યૂબ ચેનલ દ્વારા વિરાટ અને રોહિત વિશે વાત કરતા જણાવ્યું હતું કે,’ટીમ ઇન્ડિયાના નેતૃત્વમાં બદલાવ લાવવાંનો પ્રયત્ન કરવામાં આવી રહયો છે.જો વિરાટ કોહલી આગામી થોડાં વર્ષોમાં મોટી સફળતા અથવા તો ટ્રોફી જીતવામાં અસફળ રહે છે.2021માં ઇન્ડિયામાં T-20 વર્લ્ડ કપનું આયોજન કરવાનું છે.અમને આશા છે,કે ટીમ ઇન્ડિયાની તેમાં જીત થાશે.હા,જો ટીમને જીત ન મળે તો પછી વિચારવું પડશે કે,ટીમના નેતૃત્વમાં બદલાવનો પ્રયત્ન કરવામાં આવે.’
આ સિવાય આકાશ ચોપડાએ જણાવતાં કહ્યું હતું કે,’ટીમ ઇન્ડિયાનાં નસીબ ખુબ જ સારાં છે.વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.મને એવું નથી લાગતુ કે,જો આગળના થોડાં સમયમાં ટીમ ઇન્ડિયામાં કોઇ ફેરફાર કરે છે,તો કોહલીના પ્રદર્શન પર પણ તેની અસર થશે.કારણ કે,આજે વિરાટ કોહલી તે ઊચાઈએ પહોંચી ચૂક્યો છે,કે જ્યાંથી તે નીચે આવી શકે નહી.પછી ભલેને તે કેપ્ટન રહે કે ના રહે એ બાબતથી એને કોઇપણ જાતનો ફરક નથી પડતો.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news