કોરોનાવાયરસ ના કારણે દેશમાં મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશમાં પણ આના કારણે સૌથી વધારે મોત થયા છે. તેમજ હવે મધ્યપ્રદેશના ઈંદોરમાં વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં પણ પોઝિટિવ પોલીસ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર ચંદ્રવંશી નું મૃત્યુ થઈ ગયું છે.
કોરોનાવાયરસ ની સફેદમાં સ્વાસ્થ્ય કર્મીઓ થી લઈને પોલીસ કર્મીઓ પણ આવી રહ્યા છે. તેમજ મધ્યપ્રદેશના ઈંદોરમાં કોરોનાવાયરસ નો મોટું hotspot બનેલું છે. ઈન્દોરમાં છેલ્લા કેટલાક દિવસોમાં સ્વાસ્થ્ય કર્મી અને પોલીસ કર્મીઓ પણ કોરોનાવાયરસ નો શિકાર થઇ ગયા છે.તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
કોરોના થી પોઝિટિવ આવ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર ચંદ્રવંશી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 45 વર્ષીય દેવેન્દ્ર જૂની પોલીસ સ્ટેશનમાં થાના પ્રભારી હતાં. છેલ્લા દસ દિવસથી અરબિંદો હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. જોકે મોડી રાત્રે ત્રણ વાગ્યે ઈલાજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news