હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીની સાથે જ ચારેયબાજુ બસ એક જ ચર્ચા ચાલી રહી છે કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા કરી છે. હવે તો દેશની મોટી-મોટી કુલ 3 એજન્સી પણ આ મામલે તપાસ કરી રહી છે ત્યારે ફેન્સ પણ સતત એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, સુશાંતની સાથે શું થયું છે.
હાલમાં સુશાંતસિંહ રાજપૂત કેસની CBI કરી રહી છે. એમના મૃત્યુ પછીથી આ બાબતે કેટલીક વાતો ચર્ચામાં આવી છે.સુશાંતનું મૃત્યુ કેવી રીતે થયું એ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આજે આ કેસને કુલ 4 મહિના થઈ ચુક્યા છે. રિયા ચક્રવર્તીના અત્યાર સુધીના નિવેદન પ્રમાણે એ 8 જૂન બાદ સુશાંતને મળી ન હતી, ન તો એની સાથે વાત કરી હતી પણ હવે ભાજપના નેતા વિવેકાનંદ ગુપ્તાએ દાવો કર્યો છે કે, સુશાંત અને રિયાની મુલાકાત 13 જૂનની રાત્રે થઈ હતી.
મળી રહેલ જાણકારી પ્રમાણે ભાજપના મુંબઈ સેક્રેટરી એડવોકેટ વિવેકાનંદ ગુપ્તાએ જણાવતાં કહ્યું હતું કે, એમને એક સાક્ષી પાસેથી ખબર પડી કે, સુશાંત 13 જૂને રિયાને ઘરે મૂકવા માટે ગયો હતો. ગુપ્તાએ જણાવતાં કહ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે, રિયા તથા સુશાંત મોડી રાત્રે 3 વાગ્યે સાથે જોવા મળ્યા હતાં.
જ્યારે રિયા જણાવી રહી છે કે, એ 8 જૂન બાદ સુશાંતને મળી જ નથી. એમણે એક TV ચેનલને જણાવતાં કહ્યું કે, 13 જૂનની રાત્રે એક મોટા રાજનેતાનો જન્મદિન હતો. બીજા એક રાજકારણીએ ટ્વિટ કર્યું હતું કે, લોકડાઉન થયા બાદ પણ મોટી પાર્ટી હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે, એ મંત્રી જાણે છે કે આ પાર્ટીમાં કોણ-કોણ આવ્યું હતું.
વિવેકાનંદે જણાવતાં કહ્યું હતું કે, મને સાક્ષીએ જણાવ્યું છે કે, એણે સુશાંત તથા રિયાને રાત્રે 2-3 વાગ્યાની વચ્ચે જોયા હતા ત્યારે સુશાંત રિયાને એના ઘરે મૂકવા માટે ગયો હતો. 14 જૂનની સવારમાં સુશાંતની હત્યા કરીને એને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો.
એમણે એમ પણ જણાવતાં કહ્યું હતું કે, એ CBI તેને જણાવશે તો એ માણસ કોણ હતો તેની જાણકારી પણ હું આપવા માટે તૈયાર છું. આ નેતા CBIને જુબાની આપવા માંગે છે.તો બીજી બાજુ સુશાંતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ આ સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તેણે જણાવ્યું છે કે, આ બ્રેકિંગ ન્યૂઝ ખરેખર ગેમ ચેન્જર છે.
સાક્ષી પુષ્ટિ આપી રહી છે કે, 13ની રાત્રે ભાઈ રિયાને મળ્યો હતો તથા બીજે દિવસે સવારે મારો ભાઈ મૃત સ્તિથીમાં કેમ મળ્યો, આખરે એ 13 જૂનની રાત્રે શું થયું હતું?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle