સુરતમાં BRTS રૂટમાં વોલ્વો બસે 9 વર્ષના બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત – જુઓ લાઈવ વિડીયો

સુરતમાં પાંડેસરા વિસ્તારના દક્ષેશ્વર મંદિર નજીક BRTS રૂટમાં દોડતી GSRTCની વોલ્વો બસના ચાલકે 9 વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. વોલ્વો બસની અડફેટે મોતને ભેટેલો બાળક મૂળ એમપીનો અને નજીકમાં રહેતો હતો.

લોકોએ રોષ વ્યકત કર્યો

ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ટોળા ભેગા થઈ જતા માહોલ તણાવગ્રસ્ત થઈ ગયો હતો. GSRTCની બસના ચાલકની સામે લોકોએ રોષ વ્યકત કર્યો હતો. બસચાલકને ઝડપી મેથીપાક ચખાડી રોષ ઠાલવ્યો હતો. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ દોડી આવી હતી અને ચાલકની ધરપકડ કરી ટોળાને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. GSRTC વોલ્વો બસની અડફેટે કાળનો કોળીયો બનેલો 9 વર્ષનો રાહુલ રાજુ રાજપૂત હતો. જ્યારે વોલ્વો બસનો ડ્રાઈવર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક મિત્રો સાથે રમી રહ્યો હતો

મૃતક રાહુલ માતા અને બે નાના ભાઈ સાથે રહેતો હતો. આજે બહાર મિત્રો સાથે રમી રહ્યો હતો. દરમિયાન બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો અને બસની અડફેટે ચડી ગયો હતો. સાથી મિત્ર તેના કાકા પાસે દોડીને ગયો હતો અને રાહુલના અકસ્માત અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર દોડીને પહોંચ્યો હતો. હાલ પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

રાહુલ ભંગારની દુકાનમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું

મોતને ભેટેલો રાહુલ ભંગારની દુકાનમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.બનાવની જાણ થતાં પોલીસ કાફલો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *