હવે ચુંટણી કાર્ડ વગર પણ થશે મતદાન- જાણો કેવી રીતે?

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Assembly elections) નજીક આવી રહી છે. જયારે બે તબક્કામાં મતદાન થવાનું છે. પરંતુ અમુક લોકોને એવો પ્રશ્ન હોય છે કે, મારી પાસે ચુંટણી કાર્ડ(Voter ID card) નથી અને મારે મતદાન કરવું હોય તો કેવી રીતે કરવું? તો જે લોકો પાસે ચુંટણી કાર્ડ ન હોય તે લોકો પણ મતદાન કરી શકે છે, પરંતુ તેનું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે.

ચુંટણી કાર્ડ વિના આ રીતે કરી શકશો મતદાન:
જો તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે ચુંટણી કાર્ડ દ્વારા વોટ કરી શકો છો. પરંતુ, જો તમારી પાસે ચુંટણી કાર્ડ ન હોય તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે ચુંટણી કાર્ડ વગર પણ મતદાન કરી શકો છો. જો કે આ માટે મતદાર યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે. વાસ્તવમાં, જો નામ મતદાર યાદીમાં હોય તો, મતદાર આઈડી કાર્ડ વિના, કોઈપણ અન્ય સરકારી આઈડી દ્વારા ચૂંટણીમાં મતદાન કરી શકે છે.

આઈડી કાર્ડ સિવાય, જો તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે બતાવીને મતદાન કરી શકો છો. મત આપવા માટે, રાજ્યની મતદાર યાદીમાં નામના સમાવેશ સાથે, સરકારી ઓળખ કાર્ડ જરૂરી છે. જો કે, જો તમારું નામ મતદાર યાદીમાં જ નથી, તો તમે તમારો મત આપી શકશો નહીં. તો ચાલો જાણીએ મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરી શકશો.

મતદાર યાદીમાં નામ છે કે નહી? આ રીતે કરો ચેક:
સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ Electoralsearch.in પર જાઓ. અહીં તમે તમારું નામ, પિતા અથવા પતિનું નામ, જાતી અને ઉંમર દાખલ કરો. પછી નીચે આપેલ રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો. છેલ્લે આપેલ કોડ ભર્યા બાદ સર્ચ ઓપ્શન પર ક્લિક કરો. જો તમારું નામ મતદાર યાદીમાં હશે તો તે તમને દેખાડશે.

આ રીતે નામથી ચૂંટણી કાર્ડ ચેક કરો:
જો તમારી પાસે મતદાર ID નંબર છે, તો તમે મતદાર યાદીમાં તમારું નામ પણ ચકાસી શકો છો. સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ Electoralsearch.in પર જાઓ. તમને વેબસાઇટની ટોચ પર બે વિકલ્પો દેખાશે. જેમાં Search by Details અને Search by EPIC No. દેખાશે. તમારે Search by EPIC No વિકલ્પ પર ક્લિક કરવાથી તમારી સામે ત્રણ કોલમ હશે. પ્રથમ કોલમમાં, મતદાર આઈડી કાર્ડ નંબર દાખલ કરો. બીજી કોલમમાં તમારા રાજ્યનું નામ દાખલ કરો. ત્રીજી કોલમમાં નીચે આપેલ કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમારું નામ મતદાર યાદીમાં હશે તો તમામ વિગતો ત્યાંથી જોઈ શકશો.

એપ્લિકેશન દ્વારા ચેક કરો મતદાર યાદીમાં નામ છે કે નહિ?
સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, તમે ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. આ માટે તમારે તમારા ફોનના ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વોટર હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ પર લોગિન કર્યા પછી અને જરૂરી માહિતી ભર્યા પછી તમને બધી જરૂરી માહિતી મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *