બહાર થઇને પણ T20 વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓનો ઝલવો- આ ખેલાડીને મળશે ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’

Team India T20 World Cup 2022: આ વખતે ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022માં ખાસ પ્રદર્શન કર્યું નથી. તે ટાઇટલથી બે જીત દૂર રહી…

Team India T20 World Cup 2022: આ વખતે ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022માં ખાસ પ્રદર્શન કર્યું નથી. તે ટાઇટલથી બે જીત દૂર રહી ગઈ હતી. એટલે કે સેમીફાઈનલમાં હાર્યા બાદ ભારતીય ટીમ બહાર થઈ ગઈ હતી. ટોપ-4ની આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 10 વિકેટે હરાવ્યું હતું.

આ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ પણ ભારતીય ખેલાડીઓ હજુ પણ ટુર્નામેન્ટમાં પોતાનો ઝાલવો બતાવી રહ્યા છે. ટાઇટલ ભલે ના જીત્યા, પરંતુ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ ભારતીય ટીમના ખાતામાં ચોક્કસ આવી શકે છે. તમે પણ અહીં ક્લિક કરી વોટ કરી શકો છો.

ICCની શોર્ટલિસ્ટમાં ટોપ-2માં ભારતીય
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે 9 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આમાં સૌથી ઉપર વિરાટ કોહલીનું નામ છે. તેમના પછી સૂર્યકુમાર યાદવ પણ બીજા નંબર પર છે. હવે વોટિંગના આધારે આમાંથી માત્ર એકને આ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવશે. એટલે કે ભારતના ખાતામાં આ એવોર્ડ મળવાની અપેક્ષા સૌથી વધુ છે.

 

View this post on Instagram

 

A post shared by ICC T20 World Cup (@t20worldcup)

કોહલીએ આ સિઝનમાં 6 મેચ રમી જેમાં 98.66ની શાનદાર એવરેજથી 296 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 4 અર્ધસદી પણ ફટકારી હતી. બીજા નંબરના સૂર્યાએ પણ આ વર્લ્ડ કપમાં 6 મેચ રમી 59.75ની એવરેજથી 239 રન બનાવ્યા. સૂર્યાએ આ દરમિયાન કુલ 3 અડધી સદી ફટકારી હતી.

પાકિસ્તાની ખેલાડીઓએ ત્રીજા-ચોથા નંબર પર દાવો કર્યો
ICCની આ યાદીમાં પાકિસ્તાની ખેલાડી શાદાબ ખાન અને શાહીન શાહ આફ્રિદી અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર છે. શાદાબે આ સિઝનમાં પોતાના ઓલરાઉન્ડરનું પ્રદર્શન કર્યું છે. જ્યારે શાહિને બોલિંગમાં તબાહી મચાવી છે. અત્યાર સુધી બંને બોલિંગમાં સમાન 10-10 વિકેટ લીધી છે. શાદાબે કુલ 78 રન બનાવી એક ફિફ્ટી પણ ફટકારી.

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે આઈસીસીની યાદીમાં ભારત અને પાકિસ્તાન સિવાય ઈંગ્લેન્ડના સૌથી વધુ ત્રણ ખેલાડીઓ છે. આ ખેલાડીઓ છે સેમ કરન, જોસ બટલર અને એલેક્સ હેલ્સ. આ સાથે ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા પણ આ યાદીમાં સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *