ગુજરાત મોરબીના એ-ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલી જૂની પોલીસ લાઇનના ક્વાર્ટરમાં રહેતા અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વઢવાણની મહિલા પોલીસ કર્મી શુક્રવારે સવારના સમયે પોતાના જ ક્વાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કરી હતી. ઘટનાની જાણ થતાં એસપી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કાફલો પહોચીને તપાસ હાથ ધરી હતી. મૃતક 15 દિવસ પહેલા જ ટ્રેનિંગ પૂર્ણ કરી ડયુટીમાં હાજર થયા હતા.
વઢવાણ નવાદરવાજા બહાર રહેતા અને મોરબી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા તેમજ એ-ડીવિઝન પોલીસ મથકના પોલીસમાં રહેતા 22 વર્ષના નિતુબેન નટવરભાઈ પરમાર નામની મહિલા પોલીસ કર્મીએ શુક્રવારે સવારે તેના જ ક્વાર્ટરમાં દુપટ્ટો બાંધી ફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. શુક્રવારે મહિલા પોલીસ સ્ટેશન પર હાજર ન થતા અન્ય સાથી કર્મી તેને ક્વાટરે પહોંચી ગયા હતા. ત્યારે નીતુબેનને ફાંસી પર લટકતા જોયને પોલીસ મથકમાં જાણ કરતા જ એ-ડીવીઝન પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારી તરત જ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
ઘટનાની જાણ થતાં ડીવાયએસપી પઠાણ અને એસપી સહિત ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ શરુ કરી હતી. બાદમાં મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ઘટના બાદ મૃતકના પરિવારને પણ જાણ કરાઈ હતી. એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. મહિલા પોલીસ કર્મીના આપઘાતનું કારણ સામે આવ્યું ન હતું. આ મહિલા કર્મી નવી ભરતી હતા અને 15 દિવસ પહેલા જ ટ્રેનિંગ પૂર્ણ કરી હાજર થયા હતા તેમને હેડક્વાર્ટરમાં ફરજ સોંપાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.