Surat AAP Councilor Mahesh Anghan asks to waive of interest of IC Money from societies: સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારની વિવિધ સોસાયટીઓના ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ચાર્જીસના(આઈ.સી.) ના નાણાંની મૂળ બાકી રકમ તથા તેના પર લાગતું ચક્રવૃદ્ધિ વ્યાજની સતત વધેલી રકમની યોજના જાહેરાત કરવા બાબત સુરતના(Surat AAP Councilor Mahesh Anghan asks to waive of interest of IC Money from societies) આપ કોર્પોરેટર મહેશભાઈ કેશુભાઈ અણઘણ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાના જકાત સહિતની વિવિધ ગાર્ન્ટ ની બાકી રકમના કારણે પાલિકાના વિકાસના કામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે. તેમજ વિકાસની ગતિ મંદ પડવાનું કારણ આલિકાના આવકના ટૂંકા સાધનો છે. ત્યારે હાલમાં તાલુકાના કમિશનર શ્રી વારા એસ એ ભાઈના નાણા મેળવેલા સતત પ્રયાસરત કર્યા છે.
તેમને વધુમાં જણાવ્યું છે કે, સુરત મહાનગરપાલિકાના આજ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓના વર્ષોથી કોન્ટીબ્યુશન ચાર્જીસના નાણાની મૂળ રકમ તથા વ્યાજ સહિતની કરોડો યાની વસૂલાત કરવાની બાકી છે. તેમજ બાકી મૂળ રકમ પર વ્યાજ નો ઉચ્ચતર વ્યાજ વધીને ચડતી રકમ ભરવા સોસાયટીઓ સમર્થ નથી જેથી તેઓ આઈસીના નાણા કરી શકેલ નથી અને આમ તેમની સોસાયટીઓના પ્રાથમિક સુવિધા ની હજી સુધી વંચિત રાખવામાં આવેલ છે જે લોકોને આર્થિક વ્યવસ્થા દર્શાવે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર એ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા તથા પાલિકાની કરોડોની કમની વસૂલાત કરવા આઇ.સી. ના નાણા પર ચડતા વ્યાજની બાકી રકમ માફ કરવાની પ્રોત્સાહક યોજના જાહેર કરવા માંગણી સહ રજૂઆત કરી છે.
આઈ સી નાણા ની રકમ માં વ્યાજ માફી યોજના લાવો- મહેશ અણધણ
સુરત શહેર ના લોકો ને વર્ષો થી બાકી એવી આઈ સી નાણા ની રીકવરી અટકેલી થે જેવું મુળ કારણ મુળ રકમ કરતા વ્યાજ ની રકમ ઘણી બધી સોસાયટી માં વધી ગઈ છે આજની સમયે સમગ્ર સુરત ના લોકો પાસે થે કરોડો રુપીયા ની રકમ લેવાની બાકી છે આજે સામન્ય વર્ગ ની આર્થીક પરિસ્થિતિ એટલી બધી કથળી ગયેલ છે અને આ રકમ ભરવા અસક્ષમ છે અને જેના કારણોસર લોકો ને ફાઈનલ ટી.પી. સ્કીમ મા પ્રાથમિક સુવિધા પણ નથી મળી એવી ધણી બધી સોસાયટી છે જેથી આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર મહેશભાઈ અણધણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ને પત્ર લખી આઈ સી ના નાણા ની રકમ માં વ્યાજ ની રકમ ને માફ કરવા ની યોજના જાહેર કરી સામાન્ય જનતા ને રાહત મળે તેમને પ્રાથમિક સુવિધા મળી રહે અને પાલિકા ને પણ આ વર્ષો જુની લેણાં ની રકમ રીકવર થઈ વિકાસ ના કામો થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube