હાલમાં જયારે સર્વત્ર સ્થળે મોં પર માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે ત્યારે રાજ્યમાં આવેલ સુરત શહેરથી અંદાજે 20 કિમી દૂર આવેલ ભાટીયા ટોલનાકે બુધવારે રાત્રે 10 વાગ્યાથી મેયર હેમાલી બોઘાવાલાએ હાઇ-વે પર નીકળતા વાહનોને રોક્યા હતા. પોલીસની જેમ રોફ બતાવી ગાડીમાં કેટલા ભર્યા છે? ક્યા ગયા હતા? સાઇડમાં મુકાવી દઇશ જેવી પૂછપરછ કરવામાં આવી હતી.
શહેરમાં માસ્ક વગર ફરતા મેયર પોતાના શહેરની હદ ન હોવા છતા હાઇવે પર જઇ લોકોને અટકાવી પૂછપરછ કરતા વિવાદ સર્જાયો હતો. છેલ્લા ૩ દિવસમાં ખુદ મેયર બોઘાવાલાએ સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા તો માસ્કના નિયમોનું પાલન કર્યું નથી ત્યારે તેઓ લોકોને નિયમો સમજાવતા જોવા મળ્યા હતા.
મેયરપદે નિયુક્તિ થયા પછી હેમાલી બોઘાવાલા પહેલા દિવસથી જ અનેકવિધ કાર્યક્રમોમાં માસ્ક વગર ટોળા લઇને ફરતા જોવા મળી રહ્યા છે. લોકો માટે બધુ જ બંધ કરાવ્યું છે એમ છતા મેયર પોતાના સન્માન માટેની કોઇપણ ક્ષણ ચૂકતા નથી.
અઠવા વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ 87, રાંદેરમાં 52 કેસ, 8 દિવસમાં લિંબાયતમાં 12 ગણા કેસ વધ્યા :
સુરત શહેરમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 315 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધારે અઠવા વિસ્તારમાં 87 જ્યારે રાંદેરમાં 52 કેસ નોંધાયા છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાની જણાવતા કહે છે કે, છેલ્લા 8 દિવસમાં લિંબાયત ઝોનમાં 12 ગણા કેસ વધ્યા છે. જ્યારે વરાછા ઝોનમાં 10 ગણા કેસ વધ્યા છે. અઠવામાં પણ સૌથી વધારે કેસ સિટીલાઇટ, પનાસ, વેસુ તથા ભટાર વિસ્તારમાં નોંધાયા છે.
ખાસ કરીને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો સૌથી વધારે પોઝિટિવ મળી રહ્યા છે. જ્યારે ટેક્સટાઇલ બજારમાં પણ પોઝિટિવ લોકોનું પ્રમાણ વધારે આવે છે. સ્મિમેર હોસ્પિટલમાં OPDમાં 10થી 15 પોઝિટિવ કેસ મળતા હતા તેને બદલે બુધવારે એક જ દિવસમાં 158 કેસ પોઝિટિવ મળ્યા છે.
જેના 10 ટકા દર્દીને દાખલ કરવમ આવ્યા છે. સિવિલમાં પણ 97 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં 43 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 130 દર્દીઓ ઓક્સિજન પર છે. કુલ 1562 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 221 દર્દીઓ દાખલ થયા છે.
કોરોના ના કેશ ને લઇ સુરત મનપા ના અધિકારી સાથે હોદ્દે દારો પાન મેદાને ચડ્યા છે. નવયુક્ત મેયર હેમાલી બોઘાવાલા ખુદ મેદાનમાં ઉતર્યા છે. શહેરની બહારથી આવતા લોકોને ચેક કરી પુછ પરછ હાથ ધરવામાં આવી હતી. કારમાં બે થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
મહત્વની વાત તો એ છે કે, થોડા દિવસ અગાઉ મેયર બન્યા પછી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી જીતની ઉજવણી કરી હતી અને આજે લોકોને સલાહ આપવા માટે મેદાને ઉતર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle