પોલીસ કમિશનર અજયકુમાર તોમરએ ડુબલીકેટ ભારતીય ચલણી નોટોના ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢવા અંગે સુચના આપી હતી. તેના અનુસાર હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ માવજીભાઈ તથા અશોકભાઇ લાભુભાઈને ગુપ્ત માહિતી મળી હતી કે હરીદર્શનના ખાડામાં, સુમન પ્રતીક આવાસના ગેટ પાસેથી સંજય મોરડીયા નામનો વ્યક્તિ આવેલો છે અને તેની પાસે 500 અને 100ની ડુપ્લીકેટ નોટો છે.
પોલીસે બાતમીના આધારે તે આરોપીને ઝડપી પાડયો હતો. બોટાદમાં ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ઝડપાયેલા આરોપીએ સુરતમાં રહેલા આરોપીનું નામ આપ્યું હતું. ત્યારબાદ સુરત એસ.ઓ.જી.એ કાર્યવાહી કરતા આરોપી સંજય મોરડીયાને 500 અને 100ની નોટ સાથે ઝડપી પાડયો હતો.
બોટાદમાં પ્રવીણ વાઘેલા ડુપલીકેટ નોટ સાથે ઝડપાયો હતો. જેને સંજય મોરડીયા સુરતનું નામ આપ્યું હતું. પ્રવીણ વાઘેલાની ધરપકડ થયા બાદ સંજય મોરડિયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ સુરત એસઓજીએ આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અને પોલીસ તેની વધુમાં તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en