સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડીયો ખુબ વાયરલ થતા હોય છે ત્યારે આવા જ એક વિડીયોને લઈ સમાચાર સામે આવ્યા છે. મોટા ભાગે પત્નીઓ પોતાના પતિની પાસેથી ભેટમાં સોના, ચાંદી અથવા તો રૂપિયા માગતી હોય છે પરંતુ એક યુવાન લેખિકાએ પોતાના પતિની સામે એવી શરત મૂકી હતી કે, જેને જાણીને સૌ કોઈ દંગ રહી ગયા.
ઈસ્લામિક કાનૂન પ્રમાણે માત્ર દુલ્હનનો જ તેનો હક મહેર પર અધિકાર હોય છે તેમજ તેને આપવું એ પતિ માટે કાયદાકીય રીતે જવાબદારી હોય છે. આ નિયમ અંતર્ગત પાકિસ્તાની યુવા લેખિકાએ પોતાના પતિની પાસેથી 1 લાખ રૂપિયાના પુસ્તક માગીને સૌ કોઈને આશ્વર્યમાં મૂકી દીધા હતા.
સજીધજીને પુસ્તકો સાથે ખુશ દેખાઈ આ દુલ્હન :
યુવા લેખિતાએ લેખકની સાથે જ લગ્ન કરી રહી છે. તેણે સોનૂ, ચાંદી અથવા તો કોઈ ભારેખમ વસ્તુ નહીં પરંતુ મેહરમાં પુસ્તકો માગ્યા હતા. તેણે સજીધજીને પુસ્તકોની વચ્ચે શૂટ કરેલ એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તે જણાવી રહી છે કે, તેણે પતિની પાસે શા માટે પુસ્તકોની માગણી કરી હતી.
લેખિકાએ આ કારણે માગ્યા પુસ્તકો :
લેખિકા જણાવે છે કે, દેશમાં મોંઘવારી ખૂબ વધુ છે તેમજ બીજી વાત એ છે કે, આ રીતે તે કુપ્રથાને ખતમ કરવા માંગે છે. સોનૂ તથા ચાંદી તો તમામ સ્ત્રી માંગે છે પરંતુ એક લેખિકા હોવાના નાતે મારે પુસ્તકો જોઈએ. કારણ કે, હું જ પુસ્તકોની કદર ન કરૂ તો અન્ય લોકો કેવી રીતે પુસ્તકોની કદર કરશે. સોશિયલ મીડિયા પર આ વીડિયોના લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
A bride Naila Shamal in Mardan KPK, Pakistan demanded books in Haq Mehr, worth 100k. The bride and the groom both are writers.
How much you love books? ? pic.twitter.com/zTQAVncYkF
— Mona Farooq Ahmad (@MFChaudhryy) March 16, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle