જોસ બટલરની ખેલ ભાવના જોઈ હેરાન થયા યુવરાજ સિંહ, કહી દીધી આ મોટી વાત- જુઓ વિડીયો

IPL 2022ની 24મી મેચમાં ગુજરાતે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની ઈનિંગ (Innings)ના આધારે રાજસ્થાન (Rajasthan)ને 37 રનથી હરાવ્યું હતું. આ મેચમાં હાર્દિકે 87 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ભલે પંડ્યાની ઈનિંગના વખાણ કરવામાં આવ્યા હોય પરંતુ મેચ દરમિયાન જોસ બટલરે કંઈક એવું કર્યું જેનાથી લોકો ચોકી ગયા હતા. વાસ્તવમાં, જ્યારે હાર્દિક ઇનિંગ્સની છેલ્લી ઓવર દરમિયાન આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો ત્યારે જોસ બટલરે એવું કાર્ય કર્યું હતું કે જોઇને દરેક લોકો ચોંકી ઉઠ્યા હતા.

હકીકતમાં હાર્દિક આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ત્યારે બટલર પહેલાથી જ ઓરેન્જ કેપ મેળવી ચૂક્યો હતો, જયારે બટલરને જાણ થઇ કે, હાર્દિક સૌથી વધુ રન કરનારો ખેલાડી બન્યો છે, ત્યારે તેણે ઝડપથી ઓરેન્જ કેપ તેના માથા પરથી ઉતારી લીધી હતી.

બટલરની આ ખેલદિલીનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર સામે આવ્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે મેચ પછી ઓરેન્જ કેપની અદલાબદલી કરવામાં આવે છે, પરંતુ લાઈવ મેચમાં આવું કરીને બટલરે ખેલદિલીનો પરિચય આપીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. ઈંગ્લેન્ડના દિગ્ગજનું આ કામ જોઈને યુવરાજ સિંહે પણ ટ્વીટ કરીને બટલરને સલામ કર્યું છે. યુવીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘અમારી પાસે હજુ પણ જોસ બટલર જેવા સજ્જન ખેલાડી છે.

અન્ય ખેલાડીઓએ પણ તેની પાસેથી શીખવું જોઈએ. ખાસ કરીને તેના સાથી ખેલાડીઓએ આ શીખવું જોઈએ. ત્યાર પછી જ્યારે રાજસ્થાનનો દાવ આવ્યો ત્યારે બટલરે ફરીથી તોફાની અડધી સદી ફટકારીને ઓરેન્જ કેપ પર કબજો કર્યો હતો. બટલરે ગુજરાત સામે 24 બોલમાં 54 રન બનાવ્યા હતા. રાજસ્થાન આ મેચ 37 રને હારી ગયું હતું. પરંતુ આ ખેલદિલીથી દરેક લોકોને આકર્ષિત કર્યા હતા. અત્યારે ઓરેન્જ કેપ બટલરની પાસે જ છે. બટલરે અત્યાર સુધી 272 રન બનાવ્યા છે.

જોસ બટલર – 5  મેચમાં 272 રન (રાજસ્થાન રોયલ્સ)
હાર્દિક પંડ્યા- 5 મેચમાં 228 રન (ગુજરાત ટાઇટન્સ)
શિવમ દુબે- 5 મેચમાં 207 રન (ચેન્નઈ સુપર કિંગ્સ)
શુભમન ગિલ- 5 મેચમાં 200 રન (ગુજરાત ટાઇટન્સ)
શિમરોન હેટમાયર- 5 મેચમાં 197 રન (રાજસ્થાન રોયલ્સ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *