ગુજરાત (Gujarat)માં ચોમાસા (Monsoon)ની શરૂવાતમાં જ મેઘકહેર સર્જાયો હતો. તેમજ હવે વિરામ બાદ ફરી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે(Meteorologist Ambalal Patel) મોટી આગાહી કરી છે. આજે ઘણા દિવસો પછી ગુજરાતમાં ફરી કુલ 88 તાલુકામાં વરસાદે(rain) રમઝટ બોલાવી છે. ત્યારે આજે હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે.
રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે:
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમજ મધ્ય ગુજરાતમાં તારીખ 6 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી પણ વધુ વરસાદ પડશે, જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.’ વધુમાં તેમણે જણાવ્યું છે કે, ‘દક્ષિણ ગુજરાતમાં આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો:
હવે ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના વડિયામાં સવા 2 ઈંચ વરસાદ થયો છે, જ્યારે ધનસુરા અને બગસરામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત ઉચ્છલ, દેહગામ અને નેત્રંગમાં પોણા 2 ઈંચ તથા ડેડિયાપાડામાં સવા એક ઈંચ થયો છે. સાથે વ્યારા અને કલોલમાં 1-1 ઈંચ તથા ખેડબ્રહ્મામાં અને જગડિયામાં પોણો ઈંચ વરસાદ થયો છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે.
બોટાદના ગઢડામાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન:
ત્યારે બીજી તરફ લાંબા વિરામ બાદ આજે બોટાદ જિલ્લાના ગઢડામાં પણ વરસાદનું આગમન થયું છે. ગઢડા શહેર તેમજ પંથકના ઢસા, ગુદાળા અને રણીયાળા ગ્રામ વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી. જિલ્લામાં સરેરાશ સિઝનનો નહિવત 8 ઈચ જેટલો વરસાદ નોંધાયો છે. ઘણા લાંબા સમય બાદ જિલ્લામાં વરસાદ વરસતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો.
આ સિવાય જાણવા મળ્યું છે કે, બનાસકાંઠામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન ખાતાએ આપેલી આગાહીને પગલે હાલ બનાસકાંઠામાં ડીસા પાલનપુર દાંતીવાડા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારો છે તે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો રોડ રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા છે. વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.