સુરત(Surat): શહેરના ઉધના(Udhana) ખરવર નગર અને કતારગામ(Katargam) વસતા દેવડી રોડ ઉપર પાણીની લાઈન નું લીકેજ દૂર કરવાની કામગીરીને કારણે મંગળવારે એટલે કે આવતીકાલે તારીખ 3 ના રોજ શહેરના 20 લાખ લોકોને પીવાનું પાણી મળી શકશે નહીં. સુરત શહેરના પાંચ ઝોનના અંદાજે 20 લાખ લોકો ને ત્રીજી તારીખે આખો દિવસ પાણી પુરવઠો મળી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે ઉધના મેઈન રોડ પર ખરવર નગર જંકશન પાસે 1524 મીમી વ્યાસની પાણીની લાઇનમાં લીકેજ થતાં ત્રીજી તારીખે સવારે આઠ વાગ્યાથી જ લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવશે.
જણાવી દઈએ કે કતારગામ ઝોનમાં વસતા દેવડી રોડ પર ધરમ એમ્પાયર ની સામે ટીપી રસ્તા પરથી પસાર થઈ રહેલી 1524 મીમી વ્યાસની પાણીની લાઈનમાં લીકેજ હોવાને કારણે ત્રીજી તારીખે સવારે 8:00 વાગ્યાથી રીપેરીંગ કામગીરી શરૂ થશે અને જે રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
મહત્વનું છે કે આ બે રીપેરીંગ કામગીરીને લીધે સરથાણા અને કતારગામ વોટર વર્કસથી આવતી પાણીની લાઈન મારફત વરાછા ઝોન, ઉધના ઝોન, સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન અને અઠવા ઝોનમાં જળ વિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકી ભરી શકાશે નહીં.
જો મંગળવારે રીપેરીંગ કામગીરી પૂર્ણ થઈ જશે તો પાલિકા દ્વારા ચોથી તારીખથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે અને જો કામગીરી પૂર્ણ નહીં થાય તો ચાર તારીખે પણ પાણી કાપી અસર જોવા મળશે.
સુરતના કયા કયા વિસ્તારમાં પાણી નહીં મળે?
ઉધના ઝોન: જુના બમરોલી અને ગોવાલાયક વિસ્તાર, પાંડેસરા જીઆઇડીસી. અઠવા ઝોન: વેસુની વિવિધ સોસાયટી અને એપાર્ટમેન્ટ, ભીમરાડ, ડુમ્મસ, ગવિયર, ભીમપોર, સુલતાના બાદ, અલથાણ, ભટાર અને ન્યુ સીટી લાઈટ. વરાછા ઝોન: અશ્વિનીકુમાર ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા અને આઈ માતા ચોક વિસ્તાર.
સેન્ટ્રલ ઝોન: દિલ્હી ગેટથી ચોક રાજમાર્ગ થી ઉતર તરફ મહિધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, શાહપોર, નાણાવટ, સુમુલ ડેરી, ગોટાલાવાડી. લિંબાયત ઝોન: લિંબાયત નીલગીરી સર્કલની આસપાસ, રેલવે ફાટકની આસપાસ, ડીંડોલી નવાગામ, ખ્વાજા નગર, નવી કોલોની, ઉમરવાડામાં વિવિધ માર્કેટ વિસ્તાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.