પશ્ચિમ બંગાળ ના માલ્દા જિલ્લામાં 35 વર્ષના બળાત્કારી પુરુષે સ્ત્રી સાથે બળાત્કાર કરીને તેને આગ લગાવી દીધી. સ્ત્રી જયારે સળગતી હતી ત્યારે તેને બળાત્કારી પુરુષને બાથ ભરી લીધી અને બળાત્કારી પણ સાથે સળગી ગયો. આ ઘટના પોલીસ દ્વારા મંગળવારે જાણવા મળી.
ડેક્કન ક્રોનિકલ માં છપાયેલા અહેવાલ અનુસાર આ સ્ત્રી માલ્દા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં સારવાર લઇ રહી છે. તેણી ના હાથ અને ચેહરો બળી ગયા છે. તેણીએ એવો દાવો કર્યો હતો કે આરોપી તેને વિક્ષેપ પહોંચાડતો હતો અને સોમવારે સાંજે તેના ઘરે પ્રવેશ્યો હતો જ્યારે ત્યાં કોઈ પણ નહોતું. વિધવા સ્ત્રી એ જણાવ્યું કે ત્યાર તેણે બાદ બળાત્કાર કર્યો અને તેણીને આગ લગાવી દીધી, તેણી એ પુરુષ ને પકડી લીધો. પોલીસ એ જણાવ્યું કે આસપાસના લોકો ધુમાડો જોઈને તેના ઘરમાં આવ્યા, ઘરના બંને ઓરડામાં આગ લાગેલી હતી. રૂમમાં કેરોસીનનો એક ડબ્બો પણ મળી આવ્યો હતો. તેઓ એ બંનેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી તેમને માલદા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારની સવારમાં તે માણસ પકડાયો હતો.
મહિલા માનિકચોક પોલીસ સ્ટેશનની હદ હેઠળ સુભાષ કોલોનીમાં રહે છે. તેણીની ત્રણ પુત્રીઓ છે અને તેની મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે. સ્થાનિક લોકો દાવો કરે છે કે આરોપીઓ ઘણી વખત સ્ત્રીના ઘરે આવતો.