“સાથે જીવશું, સાથે મરશું”: પ્રેમીપંખીડાએ વૃક્ષ પર એકસાથે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી…

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. સમાજ તેમના પ્રેમને નહિ સ્વીકારે તેવા ડરથી બંનેએ આપઘાત કર્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ ઘટના અંગેની જાણ થતા રાજગઢ પોલીસ ઘટનાસ્થળે ઘસડી આવી હતી અને આ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘોઘંબા તાલુકાના ખરોડ ગામમાં ડામોર ફળીયામાં વસવાટ કરતા સેંગાભાઈ રાઠવાનો સગીર પુત્ર દિવ્યેશ રાઠવા અને ખરોડ ગામના જ ધનભાઇ રાઠવાની સગીર દીકરીના મૃતદેહ તેમના ઘર નજીક ડુંગર તરફ જવાના રસ્તેથી આંબલીના ઝાડ પર લટકતા જોવા મળ્યા હતા. જેને લઈને સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આજે સવારે બંને સગીરના એક જ ઝાડ પર ઓઢણી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેને જોવા ગામલોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બંને મૃતકોની ઓળખ થતા બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બંને સગીરના પરિવારજનોના ઘરે માતમ છવાઈ ગયો હતો.  આ સમગ્ર ઘટના અંગેની જાણ થતા જ રાજગઢ પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. સાથે જ આપઘાતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, યુવક અને યુવતી બંને ગળાડૂબ પ્રેમમાં હતાં. સમાજ તેમના સબંધને નહિ સ્વીકારે તેવા ડરને કારણે બંનેએ સાથે જીવી ન શકીએ તો કહી નહિ સાથે તો મારી જવાનું પસંદ કર્યું હતું. યુવક અને યુવતીની એક સાથે જ સ્મશાનયાત્રા નીકળતા આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *