દિલ્હી(Delhi) NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીનું મોજું યથાવત છે. માર્ચ(March) મહિનામાં જ ઉત્તર ભારત(North India)માં મે-જૂનનો ઉનાળો પડી રહ્યો છે. છેલ્લા 10 થી 12 દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. કહેવાય રહ્યું છે કે, સવારથી જ પારો ઉંચી સપાટીએ જવા માટે બેતાબ દેખાતો જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે, માર્ચ મહિનામાં જ તાપમાન તેના તમામ રેકોર્ડ તોડી રહ્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે. સવારથી જ વધારે સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો થવા લાગે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 10 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જે ગરમી એપ્રિલના મધ્યમાં હોવી જોઈએ તે આ વખતે માર્ચમાં જ અનુભવાઈ રહી છે, તે ઓછા વરસાદને કારણે છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં છેલ્લા 13 વર્ષમાં આ વર્ષે માર્ચમાં સૌથી વધુ ગરમી પડી રહી છે.
બુધવારે લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. આ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને વધતી જતી ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી હવામાન આવું જ રહેવાનું છે અને ગરમીનું મોજું લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને એલર્ટ પણ જારી કર્યું છે.
આ ઉપરાંત આજે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. આજે તમિલનાડુ, કેરળ, કર્ણાટકના ભાગો, આંધ્રપ્રદેશ અને તેલંગાણા અને દક્ષિણ મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.