હજુ ગુજરાતીઓને નહીં મળે ગરમીથી રાહત; ફરીથી કાળઝાળ ગરમીનો એક રાઉન્ડ, રવિવારથી તાપમાનનો પારો વધશે

Weather forecast: હાલ ગુજરાતભરમાં ઉનાળો ચાલી રહ્યો છે, ખુબ ગરમી પડી રહી છે, ત્યારે હવે રાજ્યમાં ગરમીનો પારો ફરી એક વાર ઉચો આવ્યો છે. રાજ્યમાં…

Weather forecast: હાલ ગુજરાતભરમાં ઉનાળો ચાલી રહ્યો છે, ખુબ ગરમી પડી રહી છે, ત્યારે હવે રાજ્યમાં ગરમીનો પારો ફરી એક વાર ઉચો આવ્યો છે. રાજ્યમાં ફરી લોકોને આકરી ગરમીનો અહેસાસ થશે. બુધવારથી તાપમાનમાં ગરમી વધવાથી ફરી એકવાર લોકોએ કાળઝાળ ગરમીનો (Weather forecast) સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે. આવનાર દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હજુ આવનારું એક અઠવાડિયા સુધી લોકોએ ગરમીનો સામનો કરવો પડશે, રાજ્યનાં તાપમાનમાં હજુ વધારો જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, બુધવારે રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. માહિતી મુજબ, બુધવારે અમદાવાદનું તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું, જયારે ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 40.5 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી અને વીવી નગરમાં વીવી નગરમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ સિવાય રાજ્યના બીજા શહેરોની વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 30.4 ડિગ્રી નોંધાયું છે, જયારે સુરત અને ભાવનગરનું તાપમાન અનુક્રમે 38.8 અને 38.2 ડિગ્રી નોંધાયું, જયારે ડીસામાં 39.4, ભુજમાં 39 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન 34.4, કંડલાનું તાપમાન 38.1, વલસાડમાં 36.4, પોરબંદરમાં 34.2, મહુવા અને કેશોદમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

છેલ્લા પાંચ દિવસમાં તાપમાન નીચું રહેતા લોકોને ખુબ રાહત મળી હતી, પરંતુ હવે આવનાર એક અઠવાડિયા સુધી ગરમીમાં સતત વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં 29 એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જશે. જયારે અન્ય શહેરોમાં પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી રહી છે.