હાલ જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતમાં ભયંકર ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે રાજ્યના કુલ 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે હતું. જેની અંદર ડીસા ખાતે 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ હતું અને જ્યારે અમદાવાદમાં 12.3 ડિગ્રી ઠંડી નોંધણી હતી. આગામી 48 કલાકમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો, દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.2 ડિગ્રી ઘટીને 24.8 ડિગ્રી નોંધાયું છે. આમ, આજે દિવસ દરમિયાન પણ ઠંડીનો સામન્ય ચમકારો અનુભવાયો હતો. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગત રાત્રિની સરખામણીએ આજે ઠંડીમાં સાધારણ ઘટાડો થતાં 12.3 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન રહ્યું હતું.
આવનારા 3 દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો થાય અને પારો 16 ડિગ્રી સુધી જાય તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, “આવનારા ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસ ઠંડી રહી શકે છે.” આમ, 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીમાં ભારે ઠંડીનો સામનો કરવો પડે તેની સંભાવના ખુબ’ ઓછી છે.
જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસૃથાના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ 11 થી 13 ડિગ્રી વચ્ચે ઠંડીનો પારો રહી શકે છે. રાજ્યના અન્યત્ર કે જ્યાં 12 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, નલિયા, ભૂજ, આણં, રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલા અને વડોદરાનો સમાવેશ થાય છે. હાલ કાતિલ ઠંડી અને સૂસવાટા ભર્યા પવનથી લોકો પરેશાની અનુભવી રહ્યા છે.
શહેર | ઠંડી |
ડીસા | 7.5 |
નલિયા | 8.4 |
ભૂજ | 9.8 |
આણંદ | 10.2 |
રાજકોટ | 10.3 |
સુરેન્દ્રનગર | 10.5 |
કંડલા | 10.7 |
વડોદરા | 11.4 |
ગાંધીનગર | 12.0 |
અમદાવાદ | 12.3 |
દીવ | 14.0 |
ભાવનગર | 14.5 |
પોરબંદર | 14.6 |
વલસાડ | 15.1 |
મહુવા | 15.5 |
સુરત | 16.5 |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.