આકાશમાંથી આગના ગોળા પડી રહ્યા છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. માર્ચ (March)મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં પારો 40ને પાર કરી ગયો હતો. માર્ચ મહિના વિશે હવામાન વિભાગે(Meteorological Department) ગરમી ઓછી પડશે તેવી આગાહી કરી હતી પરંતુ તે ખોટી સાબિત થઈ હતી. હવામાન વિભાગે આ માટે બે કારણો જવાબદાર ગણાવ્યા છે. સૌપ્રથમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ ઉત્તર દિશામાં એટલે કે ભારતથી દૂર હતું અને રાજસ્થાન (Rajasthan)માં એન્ટી સાયક્લોન સરક્યુલેશનની રચના થવાની હતી. આ બધાની વચ્ચે માર્ચ 2022નો મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો છે.
આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ:
ભારતીય હવામાન વિભાગના ઈતિહાસમાં આ મહિનો સૌથી ગરમ રહ્યો છે. અગાઉ, માર્ચ 2010માં સામાન્ય સરેરાશ તાપમાન 33.09 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું જ્યારે માર્ચ 2022માં સરેરાશ તાપમાન 33.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. જો આપણે માર્ચ 2020ની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી હતી. TOIના રિપોર્ટ અનુસાર, છેલ્લા બે દાયકા વૈશ્વિક સ્તરે પણ વધુ ગરમ રહ્યા છે. આટલી વધુ ગરમી પાછળ ક્લાઈમેટ ચેન્જ મહત્વનો ભાગ ભજવે છે. તમે જાતે જ જોઈ શકો છો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે સામાન્ય કરતાં વધુ બિનમોસમી ગરમી, ઠંડી અને વરસાદનો અનુભવ કર્યો છે.
માર્ચના બીજા અને ત્રીજા અઠવાડિયા વધુ ગરમ હોય છે:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહી હતી. દિલ્હી, ચંદ્રપાર, જમ્મુ, ધર્મશાલા, પટિયાલા, દેહરાદૂન, ગ્વાલિયર, કોટા, પુણેમાં વધુ તાપમાન નોંધાયું હતું. પશ્ચિમ હિમાલયમાં સ્થિત હિલ સ્ટેશનમાં સામાન્ય કરતાં 7 થી 11 ડિગ્રી વધુ ગરમી નોંધાઈ હતી.
દેહરાદૂન, ધર્મશાલા અને જમ્મુમાં તાપમાન 34 થી 35 ડિગ્રીની રેન્જમાં નોંધાયું હતું. સામાન્ય રીતે, ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તાપમાન મહારાષ્ટ્રના આંતરિક ભાગો તેમજ ગુજરાત, તેલંગાણા અને ઓડિશામાં નોંધાય છે. માર્ચ 2022માં મહત્તમ, લઘુત્તમ અને સરેરાશ તાપમાન 33.1 ડિગ્રી, 20.24 ડિગ્રી અને 26.67 ડિગ્રી હતું. જ્યારે 1981-2010 સાથે સરખામણી કરીએ તો તે 31.24 ડિગ્રી, 18.87 ડિગ્રી અને 25.06 ડિગ્રી હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે જે રીતે તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાઈ રહ્યું છે તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે, 2000થી હવામાનમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગની સચોટ માહિતી લોકોને અસામાન્ય હવામાનના પ્રકોપથી બચવામાં મદદ કરી રહી છે. અગાઉ જે રીતે ઘણું નુકસાન થતું હતું તેને ટાળવામાં મદદ મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.