તોલમાપ વિભાગના દરોડા- ઘી-તેલના સીલ બંધ પેકેજોમાં ઓછો જથ્થો હોવાનું માલુમ પડતા 7 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત(Gujarat): ડીસા(Deesa)ની જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ગાંધીનગર(Gandhinagar) અને બનાસકાંઠા(Banaskantha)ની તોલમાપની સંયુક્ત ટીમ મળી ડીસા જી.આઇ.ડી.સી વિસ્તારમાં ખાદ્યતેલોના ઉત્પાદન કરતી ઓઇલ મીલો જેમાં શ્રી પદ્મનાભ માર્કેટીંગ અને ક્રિષ્ના…

ગુજરાત(Gujarat): ડીસા(Deesa)ની જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ગાંધીનગર(Gandhinagar) અને બનાસકાંઠા(Banaskantha)ની તોલમાપની સંયુક્ત ટીમ મળી ડીસા જી.આઇ.ડી.સી વિસ્તારમાં ખાદ્યતેલોના ઉત્પાદન કરતી ઓઇલ મીલો જેમાં શ્રી પદ્મનાભ માર્કેટીંગ અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ મીલ(Raid on Krishna Industries Oil Mill) પર આકસ્મિક દરોડા પાડયા હતા. જેમાં રૂ. 7,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

રાજ્યના તોલમાપ વિભાગના વડા ચંદ્રેશભાઇ કોટકની સીધી સુચના અન્વયે નાયબ નિયંત્રક એન.એમ.રાઠોડ અને બનાસકાંઠા-મહેસાણા જીલ્લાના તોલમાપ અધિકારી એસ.વી.પટેલ, આર.ડી.પટેલ અને નિરીક્ષકોની ટીમોએ શુક્રવારે ડીસા જી.આઇ.ડી.સી.માં ખાદ્યતેલોના ઉત્પાદન કરતી ઓઇલ મીલો પર આકસ્મિક દરોડા પાડી કાયદા-નિયમોનું પાલન થાય છે કેમ ? તેનું સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.

જેમાં ડીસાની ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરતાં 240 મિલી જથ્થાના (181 ગ્રામ) મિલકીઓ પ્રિમિયમ ક્વોલીટી ઘીના સીલ બંધ પેકેજોમાં સરેરાશ 11.55 ગ્રામ જથ્થો ઓછો પેક થયાનું માલૂમ પડયું હતું. જ્યારે મધુર બ્રાન્ડના 400 ગ્રામના દીયા બર્નીગ ઓઇલમાં સીલ બંધ પેકેજો પર નેટ વજનના બદલે ગ્રોસ વજન લખવામાં આવતું હોવાનું માલૂમ પડતાં ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009 ની કલમ-18 (1), 36 (1) અને 36 (2) નો ભંગ થતાં તેમજ પેકર-ઉત્પાદક તરીકે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાનું માલૂમ પડયું હતું.

જ્યારે ઉપયોગમાં લેવાતાં વજન કાંટા નિયત સમયમાં વેરીફાઇ કરાવેલ ન હોવાનું માલૂમ પડયું હતું. ઉપરોક્ત ગેરરીતીઓ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી 1526 નંગ સીલ બંધ પેકેજો જપ્ત કરવામાં આવેલ છે અને ઉપરોક્ત એજન સામેથી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009 ની જોગવાઇઓના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

ડીસાના અન્ય શ્રી પદ્મનાભ માર્કેટીંગમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં સ્થળે પર 15.700 કિલોગ્રામના પામોલીન તેલના સીલ બંધ ડબાઓ પર પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-2011 ના નિયમો મુજબ આ ડબાઓ પર પ્રોડકશનનું નેટ વજન દર્શાવવાને બદલે મેકસીમમ કુલ વજન ડબા સાથે દર્શાવેલ હોઇ આ બાબત પ્રોડકટનું નેટ વજન દર્શાવેલ ન હોઇ તેમજ દ્વારા ઉપયોગમાં લેવાતાં વજન કાંટો સીલ વગરનો નોન સ્ટાન્ડર્ડ માલૂમ પડતાં તેમજ આ એકમ દ્વારા ઉત્પાદક પેકરનું રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાય વેપાર કરતાં હોવાથી આ શ્રી પદ્મનાથ માર્કેટીંગના માલિક સામે ઉપરોક્ત ગેરરીતીઓ અન્વયે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કુલ 156 નંગ સીલ બંધ ડબા જપ્ત કર્યાં છે. ડીસામાં બંને ઉત્પાદકોનો અંદાજે કુલ રૂ. 7,00,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *