વજન(weight) ઘટાડવા માટે, દરેકના જીવનમાં અમુક સમયે ચોક્કસ વળાંક આવે છે. એક 22 વર્ષની છોકરી કે, જેનું વજન લગભગ 172 કિલો હતું. તેનું વજન એટલું બધું હતું કે એકવાર તે મ્યુઝિયમ પાર્ક(Museum Park)માં ગઈ ત્યારે તેણે રાઈડ દરમિયાન બે લોકોને રાઈડને ધક્કો મારવો પડ્યો હતો. તે છોકરીના જીવનનો પણ આ એક વળાંક હતો, જ્યારે તેણે વિચારી લીધું કે, હવે ગમે તે થાય પરંતુ વજન તો ઘટાડવું જ છે. આજે આ યુવતીએ લગભગ 88 કિલો વજન ઘટાડ્યું છે. કોણ છે 88 કિલો વજન ઘટાડનાર છોકરી? તેનું વજન કેવી રીતે વધ્યું? વજન કેવી રીતે ઘટ્યું? આવો જાણીએ…
88 કિલો વજન ઘટાડનાર યુવતીનું નામ સ્ટેફની સ્મિથ છે, જે 22 વર્ષની છે. તેનું વજન 172 કિલો અને BMI 56 હતું. જ્યારે, નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, તંદુરસ્ત BMI 18.5 થી 24.9 ની વચ્ચે હોય છે. સ્ટેફનીને તેનું 88 કિલો વજન ઘટાડવામાં લગભગ 18 મહિનાનો સમય લાગ્યો હતો. આજે સ્ટેફનીનું વજન લગભગ 82 કિલો છે.
કેવી રીતે વધ્યું આટલું વજન?
5 ફૂટ 9 ઈંચની સ્ટેફનીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, “મને નાનપણથી જ ખાવાનો ખૂબ શોખ હતો. હું 12 વર્ષની હતી ત્યાં સુધીમાં હું સામાન્ય વજન અને કદની છોકરી હતી. 12 વર્ષની ઉંમર પછી જ મારું વજન વધવા લાગ્યું હતું. યાદ છે જ્યારે હું શાળામાં હતી ત્યારે હું એક આખી કેક ખાઈ જતી હતી. થોડા દિવસો પછી મેં બે-બે કેક ખાવાનું શરૂ કર્યું અને તે પછી હું બિસ્કીટ અને રોલ્સનું આખું પેકેટ ખાઈ જતી હતી. મારી ભૂખ દિવસેને દિવસે વધવા લાગી. દરેક સમયે હું ખાવા વિષે જ વિચારતી હતી. હું હંમેશા વિચારતી હતી કે લંચમાં શું હશે? મમ્મી રાતે શું બનાવશે? હું કેવો નાસ્તો ખાઈશ? એટલે કે મારી વિચારસરણી માત્ર ખોરાક પૂરતી મર્યાદિત થઇ ગઈ હતી.
સ્ટેફનીએ કહ્યું, “જ્યારે હું 15-16 વર્ષની હતી ત્યારે મને ખાવાની એટલી લત લાગી ગઈ હતી કે મારા માતા-પિતા રસોડા અને ફ્રીજને તાળું મારી દેતા હતા. પણ તેમ છતાં મારી ભૂખ સંતોષાતી ન હતી. મેં 15-16 વર્ષની ઉંમરે ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે મારી ભૂખ વધી ગઈ. ગર્ભનિરોધકના સ્વરૂપ તરીકે, મેં ગર્ભનિરોધક ઇમ્પ્લાન્ટનો આશરો લીધો હતો. આ પદ્ધતિમાં હાથના ઉપરના ભાગમાં ચામડીની નીચે એક ટ્યુબ નાખવામાં આવે છે અને આ નળી હોર્મોન્સ મુક્ત કરીને અંડાશયમાંથી ઇંડા છોડતા અટકાવે છે.
કેવી રીતે ઘટ્યું વજન
સ્ટેફનીએ પરિવારની સલાહ પર કેન્ટની બેનેડન હોસ્પિટલમાં 2020માં પ્રથમ વખત બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. આ પછી તેણે એક મહિનામાં લગભગ 3 કિલો વજન ઘટાડ્યું. આ પછી, તેણીએ તેના આહાર પર નિયંત્રણ રાખ્યું અને આજે તેનું વજન લગભગ 82 કિલો છે. જ્યાં BMI 56 હતો, આજે સ્ટેફનીનો BMI 27 છે.
સ્ટેફનીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે હવે મારી ભૂખ ઘણી ઓછી થઈ ગઈ છે. હું થોડો-થોડો ખોરાક લઉં છું. ખોરાકમાં લીલા શાકભાજી, અનાજ, ફળો અને તાજા ખોરાકનો સમાવેશ થાય છે. હું રોજ લગભગ 25 હજાર ડગલા ચાલું છું. આજે હું ખૂબ જ ઊર્જાવાન અનુભવું છું અને મારો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે. મને ગમે તે કપડાં હું પહેરી શકું છું અને મને લાગે છે કે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.