ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બનેલા વેવાઇ-વેવાણની પ્રેમ ક્હાની ફરી એક વખત ચર્ચાસ્પદ બની છે. જોકે, સંબંધોની આંટીઘુટીમાં ફસાયેલી અધુરી પ્રેમ ક્હાનીમાં પતિએ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પિયરમાં રહેતી વેવાણ સાથે પુનઃ સંપર્કમાં આવેલા વેવાઇ ફરી ભાગી જતા પુનઃ મામલો કામરેજ પોલીસ મથકમાં પહોંચ્યો છે.
નાસી ગયા બાદ પરત ફરતાં પતિએ સાથે રાખવાની ના પાડતાં વેવાણ કામરેજમાં પિયર રહેતા હતાં. આ દરમિયાન વેવાઈને તેઓ ફોન કરતાં રહેતા હતાં. જેથી વેવાઈ તેની સાથે જવા તૈયાર હતાં. પરંતુ સમાજમાં બદનામી થવાના ડરે લોકો વેવાઈને સમજાવી રહ્યાં હતાં પરંતુ આખરે તેઓ ના માન્યા અને વેવાણને લઈને ફરી અલગ રહેવા જતાં રહ્યાં. 34 દિવસ બાદ વેવાઈ ફરી 29મી ફેબ્રુઆરીએ બપોરે પરિવાર સાથે ઝઘડો કરીને કામરેજ પિયરમાં રહેતી વેવાણને લઈને ભાગી ગયા હતા અને વરાછામાં ભાડાના મકાનમાં નવેસરથી પોતાનો સંસાર માંડ્યો હતો. પરંતુ કોઈક કારણોસર રવિવારે ત્યાંથી ભાગી જઈ નાસિકના ડુંગરી ગામમાં ભાડાનું મકાન રાખી રહેવા લાગ્યા હોવાની વાત સામે આવી રહી છે, અગાઉ ભાગી ગયા હતા ત્યારે સોશ્યલ મીડિયામાં આ પ્રેમ પ્રકરણ દેશ-વિદેશમાં પણ ચર્ચાયું હતું ત્યારે ફરી એક વાર ચર્ચા જાગી છે.
પ્રેમ કહાની પૂર્ણ કરી
ગત જાન્યુઆરી મહિનામાં દીકરા-દીકરીના સગપણ વખતે ભેગા થયેલા કોલેજ વખતના પ્રેમીપંખીડાનો જુનો પ્રેમ પુનઃ પાંગર્યો હતો અને બંને જણા પરિવારની ચિંતા કર્યા વગર ભાગી ગયા હતા. વેવાઇ-વેવાણ ભાગી જતા આ કિસ્સો સમગ્ર રાજયભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો અને વેવાણના ગુમ થવા અંગે કામરેજ પોલીસ મથકમાં અને વેવાઇ ગુમ થવા અંગે નવસારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ 16 દિવસ સુધી પ્રેમીપંખીડા એવા વેવાઇ-વેવણ ઉજ્જૈનમાં રોકાયા બાદ પરત આવી ગયા હતા.
16 દિવસ અગાઉ સાથે રહ્યાં હતાં
વેવાઈ વેવાણ 16 દિવસ સુધી નાસતા ફરતાં રહ્યાં હતાં. 25 વર્ષ અગાઉનો પ્રેમમાં દીકરા દીકરીના લગ્ન નક્કી થયા બાદ તૂટવાની અણીએ આવતાં સંબંધ તૂટવાના ડરે સમાજમાં થનારી બદનામીથી બચવા નાસી ગયા હોવાનું પરત આવ્યા બાદ પોલીસમાં નિવેદન આપતાં વેવાઈએ જણાવ્યું હતું કે, 16 દિવસ સુધી તેઓ ઉજ્જૈનના ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા જ્યાં તેમને લોકેશનના આધારે શોધી લેવાયા બાદ સમજાવટથી પરત ફર્યા હતાં.જે તે વખતે વેવાણ વિજલપોર પોલીસમાં જ્યારે વેવાઈ કડોદરા પોલીસ મથકે હાજર થયાં હતાં.
વેવાઇ વેવાણના પ્રેમને ભૂલી શક્યાં નહીં
જાન્યુઆરી માસમાં વેવાઈ-વેવાણને લઈને ભાગી ગયા હતા. બન્ને ઉજજૈનનમાં રોકાયા હતા. જ્યાં વેવાઈના એક રાજકીય પક્ષના અગ્રણીએ રહેવા-જમવાની તમામ વ્યવસ્થા પણ કરી આપી હતી. પરંતુ જોકે, બાદમાં 16 દિવસ પછી બન્ને પરત આવ્યાં હતાં. વેવાઈ-વેવાણને પહેલા પોલીસ સ્ટેશને લાવી નિવેદનો લેવામાં આવ્યા હતા. આ સમયે વેવાણને તેના પતિ કે પરિવારે સ્વીકારવાની ના પાડી દેતા તેણી કામરેજ ખાતે પિયરમાં રહેવા જતા રહ્યા હતા. જ્યારે વેવાઈને તેના પરિવારજનો ઘરે લઈ ગયા હતા. થોડા દિવસો સુધી વેવાઈ પરિવાર સાથે રહયા હતા પણ વેવાઈ વેવાણ સાથેનો પ્રેમ ભૂલી શકે તેમ ન હતા.
વેવાણની જીંદગી મારા કારણે બગડી છે: વેવાઈ
બંને ઘરે પરત ફર્યા પછી તેઓ ગઈ કાલે બપોરના સમયે ફરી એક વખત ઘરેથી ભાગી ગયા છે. હવે આ કિસ્સો ફરીથી ચર્ચામાં આવ્યો છે. સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, વેવાઈ ઘરે પરત ફર્યા પછી કહેતા હતા કે, વેવાણની જીંદગી મારા કારણે બગડી છે એટલા માટે હું તેને ફરી એક વાર ઘરે લાવવા માંગું છું. ત્યારે વેવાઈના ઘરેથી આ બાબતે ના પાડતા તેઓ બંને ફરીથી ભાગી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.