વિજય રૂપાણીને ટક્કર આપવા આ દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં, હવે કોંગ્રેસ મોટો દાવ રમવાના મુડમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડાક જ મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય પાર્ટીની ગતિવિધિ પણ વધી રહી છે. રાજકોટમાં વિપક્ષી નેતા દ્વારા સંકેત અપાતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા અને રાજકોટના માજી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસમાં ઘર વાપસી થાય તેવી શક્યતાઓ છે.

કોંગ્રેસના નેતાઓ મનપાની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂની ઘરવાપસી માટે કમર કસી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન રાજભા ઝાલાના આપમાં જોડાઈ તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગત અઠવાડિયે અમદાવાદ ખાતે રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તો આગામી સમયમાં દિલ્હી ખાતે પણ તેમને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુની કૉંગ્રેસમાં ઘરવાપસી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા બે મોટા નેતાઓ કંઈક નવા જૂની કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે. કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપ સાથે છેડો ફાડનાર રાજભા ઝાલાને ‘આપ’ નું તેંડુ આવતા મોટી ચર્ચાઓ થઈ રહી છે.

નવા રાજકીય સમીકરણો રચાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ હવે અન્ય રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટી પગ પેસારો કરવાની ફીરાકમાં છે. આમ આદમી પાર્ટી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના મહાનગરોમાં રાજકારણના અનુભવી ચહેરાઓની શોધખોળ કરી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનોએ રાજકોટમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રાજભા ઝાલાએ ભાજપમાથી બળવો કર્યો હતો. તો ઈન્દ્રનીલ રાજગુરૂએ પ્રદેશના નેતાઓ સામે બાયો ચડાવી હતી. બંને મજબૂત નેતાઓ ફરી રાજકારણમાં એન્ટ્રી કરે તો મનપાની ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો રચાઈ શકે છે.

હું કોંગ્રેસની સામે નહીં સાથે જ છુ: ઇન્દ્રનીલ

ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસની સામે નહીં સાથે જ છુ, કોંગ્રેસમાં જોડાવાની હાલ કોઇ વાત નથી. પરંતુ કોંગ્રેસ સારી જ પાર્ટી છે. લોકોની લાગણી સાથે રહેવું જોઇએ. આજે પણ હું કોંગ્રેસી જ છું. પરંતુ કોંગ્રેસમાં નથી. હાલ કોઇ જોડાવાની વાત નથી. ભાજપથી લોકો થાકી ગયા છે

થોડા દિવસોમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાઇશ: રાજભા ઝાલા

ગઇકાલે આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી ત્યારે રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, હું મારી સમિતિ સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લઇશ. મેં નાગરિક હિત રક્ષક સમિતિ બનાવી છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલરાય સાથે પણ ચર્ચા કરવામાં આવશે. વધુમાં વધુ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ રાજકોટમાં પણ કામની રાજનીતિ કરશે. થોડા દિવસોમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *